અમરેલી

ખાંભા ના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતાં એક જ પરિવારના 3 યુવકો મોતને ભેટ્ય

ગુજરાત માં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે, ત્યારે અમરેલી જીલ્લામાં પણ વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે  ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી વાતાવરણ માં  મકાનના સ્લેબ ભરવા માટે રેતી ચાળવાનું મશીન ચાલુ કરવા જતા અચાનક  જ ત્રણ લોકોને કરંટ લાગતાં  હાજર લોકોમાં ભાગદોડ મચી હતી.ત્યારબાદ ત્રણેય ઇજાગ્રસ્તોને  108 એમ્બ્યુલન્સ મારફતે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.  એક જ પરિવારના 32 વર્ષીય પથુભાઇ જીલુભાઈ બોરીચા, 30 વર્ષીય માનકુભાઈ જીલુભાઈ બોરીચા અને 22 વર્ષીય ભવદીપભાઈ બાબાભાઈ બોરીચાના મૃત્યુના પગલે પરિવારજનો પર વજ્રઘાત આવી પડ્યો હતો.

Related Posts