અમરેલી

ખાંભા પંથકમાં ખેતીવાડીમાં વીજળી આપવામાં ઠાગાઠૈયા

અમરેલી જિલ્‍લામાં તાઉતે વાવાઝોડામાં ખેતીવાડી તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળીનાં થાંભલા સંપૂર્ણ ધરાશય થયેલ. રાજય સરકાર ઘ્‍વારા તાત્‍કાલિક યુઘ્‍ધનાં ધોરણે વીજ કંપનીઓને ગામડાઓમાં જયોતિગ્રામ વીજળી તથા ત્‍યારબાદ ખેતીવાડી વીજળી ચાલું કરવાનાં આદેશો આપવાાં આવ્‍યા પરંતુ વીજ કંપનીનાં અધિકારીઓના આડેધડ આયોજન અને બિનકુશળ વહીવટનાં કારણે છેલ્‍લા બે માસ બાદ જયોતિગ્રામ વીજળી ગ્રામ્‍યવિસ્‍તારમાં ચાલું થઈ જે પણ અવાર-નવાર વીજળી ગુલ થાય છે. ખેતીવાડીની તો વાત જ પુછવાની નથી. હામાં ઘણા ગામડાઓમાં ખેતીવાડીનાં થાંભલા ઉભા કરીને વાયરો બાંધીને વીજ પુરવઠો ચાલું કરવાનું કામ મંદગતિથી ચાલે છે. પરંતુ ખાંભા તાલુકાનાં ડેડાણ 66 કેવી સબસ્‍ટેશન નીચેના રાયડી તથા પાટી ગામો ફકત બેથી ત્રણ કિલોમીટરનાં અંતરે વીજ સબસ્‍ટેશનથી આવેલા છે. વળી ડેડાણથી રાયડી ગામ સુધીનાં માર્ગ-મકાન વિભાગનાં ડામર રોડ ઉપર મોટાભાગના ખેતીવાડીનાં થાંભલાઓ આવેલા છે. છેલ્‍લા 10થી 1પ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ચાલું થયાનો દાવો વીજ કંપનીનાં અધિકારીઓ કરીને સબ સલામતનાં બણગા ફૂંકી રહૃાા છે. પરંતુ ખેડૂતોના ખેતરની વાસ્‍તવિક સ્‍થિતિ કંઈક જદી છે. એક બાજુ વાવાઝોડાનાં કુદરતના કહેરથી ખેતીમાં નુકસાનીનો કોઈ અંદાજ નથી તો બીજી બાજુ વરસાદ ખેંચાતા ખેતરોમાં મૌલાત સુકાઈ રહી છે. ત્‍યારે આ ચાલું થયેલ બંને ગામોમાં પણ વારંવાર વીજળી ગુલ થઈ જવાની ફરિયાદો ખેડૂતો વીજ સત્તાવાળા સમક્ષ કરી રહૃાા છે. તો લાઈન ફોલ્‍ટમાં છે તેવો જવાબ મળે છે. જેથી આશ્ચર્યની વાત એ છે કે નવી 1પથી રપ દિવસથી ઉભી થયેલી લાઈન કેમ ફોલ્‍ટમાં જાય છે. ફોલ્‍ટમાં જવા પાછળ થાંભલા સરકારનાં નિયમો મુજબ ઊંડા ખાડા થયા નથી કે તાર કેમટીરીયલ્‍સ હલ્‍કી ગુણવત્તાવાળુ હશે કે ખેતરોમાં હલ્‍કી ગુણવત્તાવાળું વીજ સબસ્‍ટેશનો નાખ્‍યા હશે તેવી તરેહ તરેહની ચર્ચા લોકોમાં થવા માંડી છે. ખેતીવાડી વીજળી ઉભી કરવામાં વીજ કંપનીને ખેડૂતો પણ મદદરૂપ થઈને પોતાના ટ્રેકટરથી સ્‍વખર્ચે થાંભલાઓ પોતાની જાતે ખેડૂતોએ પોતાના ખેતરો સુધી પહોંચાડયા છે છતાં વીજ કંપની કામ ઉકેલતું નથી તેવા બહાના બતાવે છે. તો આ બાબતે ખેડૂતોના નામે રાજકારની સંતાકુકડી રમતા નેતાઓ પણ ખેડૂતના દીકરા છે તો ખેડૂતોને ન્‍યાય અપાવવા કેમ આગળ આવતા નથી. ઉલ્‍ટાનાં ખેડૂતો બિનપક્ષીય આવેદનપત્રો આપે છે તો ખેડૂતોમાં આ સંગઠનના અમુક માણસોને વર્ગવિગ્રહની રાજનીતિ સમજાવી આ સંગઠનને તોડવાનાં પ્રયાસો અમુક નેતાઓ કરી રહૃાાં છે. વળી કોંગ્રેસપક્ષ આવેદન આપે તો શાસકપક્ષ કહે છે કે તે ખેડૂતોને ગુમરાહ કરે છે. વિરોધીઓ વિરોધનું જ કામ કરે છે બાકી ખેડૂતોને વીજળીની સમસ્‍યા જ નથી તેવી વાત ઓફિસમાં બેઠા-બેઠા થાય છે. પરંતુ વાસ્‍તવિક સ્‍થિતિનો તાગ મેળવવા નેતાઓએ ખેડૂતોના ખેતરોમાં ખરેખર જવું જોઈએ.

Related Posts