ખાંભા પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલા વાહનો છોડાવવા જોગ
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પાસીંગવાળા વાહનો છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી. એક્ટ કલમ ૨૦૭ અને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ હેઠળ કુલ ૪૧ જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. આ વાહનોના મુળ માલીક અથવા ચાલકો દ્વારા લાંબા સમયથી વાહનોને છોડાવી જવા અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. પોલીસ સ્ટેશનમાં વાહનોની યોગ્ય સાચવણીના અભાવે વાહનોની કિંમતમાં તેમજ કાર્યક્ષમતામાં દિન પ્રતિદિન ઘટાડો થાય છે. આ પરિસ્થિતિના નિવારણ માટે અને કાયમી નિકાલ માટે આ વાહનોની જાહેર હરાજી કરવી યોગ્ય જણાય છે. હરાજીની કાર્યવાહી કરતા પહેલા આ માલિકો, પેઢીઓ તથા કબ્જેદારોને લોકોને આ અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવે છે.
Recent Comments