ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારના જામકા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક હિમકર સિંહ અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન /સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.જે અનુસંઘાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.જી.ઓ.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અન્વયે ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ખાંભા તાલુકાનાં જામકા ગામે પ્રતાપભાઇનાં ગઢની સામે આવેલ ‘“શીફા હોસ્પિટલ” નામે ગેરકાયદેસર દવાખાનુ/કલીનિક ચાલતું હોય જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઇસમને એલોપેથીક દવાઓ દવાની બોટલો ઈન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી –
અસલમભાઇ મહમદભાઇ મીણાપરા ઉ.વ.૨૭, ધંધો-ડોકટર, રહે.જામકા તા.ખાંભ જિ.અમરેલી,
કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ ઈસમ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ-૯૦ કિ.રૂા.૯૯૮૧૩/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. અને મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આમ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ,જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.જી.ઓ.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ ના એ.એસ.આઇ. રફીકભાઇ રાઠોડ તથા નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. ગોબરભાઇ લાપા, જીતેન્દ્રભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments