અમરેલી

ખાંભા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતાં ફરતાં આરોપીને MP રાજ્યમાંથી પકડી પાડી તેમજ ભોગ બનનારને શોધી કાઢતી ખાંભા પોલીસ ટીમ

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓએ અપહરણના ગુન્હાઓમાં ભોગ બનનારને શોધી કાઢવા તેમજ તેવા ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચનાઓ આપેલ હોય જેથી સાવરકુંડલા ડીવીજનનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબે ભોગ બનનારને શોધી કાઢવા તેમજ તેવા ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી તેનાં વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય જે માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી.ચાવડાનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવાં તેમજ અપહરણના ગુન્હામાં ભોગ બનનારને શોધી કાઢવા સારૂ પોલીસ સ્ટાફની ટીમ બનાવી બાતમીદારોને સક્રીય કરી નાસતા ફરતા આરોપીઓની વોચમાં રહેલ તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ખાંભા પો.સ્ટે.ના સમઢીયાળા મોટા ગામમાંથી આજથી એક વર્ષ પહેલા એક સગીર વયની છોકરીને આરોપી ભગાડી લઇ ગયેલ હોય જે બાબતે ખાંભા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૩૦૨૭૨૦૧૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ વિ. મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેનો આરોપી તથા ભોગબનનાર મધ્યપ્રદેશ રાજ્યમાં હોવાની હકિકત મળતા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા/કરાવતાં આરોપી તથા ભોગબનનાર મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના પીથમપુર ખાતે હોવાની ચોક્કસ હકીકત મળતા તુર્તજ મ્હે. પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓ પાસેથી રાજ્ય બહાર તપાસમાં જવા માટેની જરૂરી મંજુરી મેળવી એક ટીમને આરોપી તથા ભોગબનનારની તપાસમાં હકીકતવાળી જગ્યાએ
જવા સારું રવાના કરેલ. જે ટીમે મધ્યપ્રદેશ રાજ્યના પીથમપુર ખાતેથી આરોપીને પકડી પાડી તેમજ ભોગબનનારને શોધી કાઢી ખાંભા પો.સ્ટે. ખાતે પરત લાવવામાં સફળતાં મેળવેલ છે. અને મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી
નિતીનભાઇ ઉર્ફે છોટુ અજયસિંહ માવડા ઉ.વ.૨૨ રહે.બડી બટાલી, તા.જોબટ જી.અલીરાજપુર (MP)

Related Posts