fbpx
અમરેલી

ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…ખાંભા પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને બ્લડ ડોનેશન કર્યો હતો.

રાજ્ય સરકારશ્રીના આયુષ્યમાન ભવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઇમર્જન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગરૂપે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શાંતાબા મેડિકલ કોલેજના સાથ અને સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું… આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ ખાંભા નવનિયુક્ત પી.એસ.આઈ હડિયા સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને બ્લડ ડોનેશન કર્યું હતી તેમજ આહીર સમાજના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટોટલ ૭૮ લોહીની બોટલ એકત્રિત કરી ઇમર્જન્સીના સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા મુદ્દાએ હેતુની સાથે શાન્તાબા મેડિકલ કોલેજને સમર્પિત કરી હતી..

આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ખાંભા સરપંચ બાબાભાઈ ખુમાણ તેમજ રાજકીય આગેવાનો તેમજ ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા….આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગૌસ્વામી તથા તાલુકાના તમામ સ્ટાફ તેમજ સી.એસ.સી ખાંભાના તમામ સ્ટાપે જેહમત ઉઠાવી હતી એમ દશરથસિંહ રાઠોડ ની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts