fbpx
અમરેલી

ખાખી વર્ધીની ખુમારીને સમર્થન જાહેર કરતાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી

રાજયના તમામ કર્મચારીઓને મળવાપાત્ર લાભો અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની જવાબદારી રાજય સરકારની છે, છતાં રાજયમાં પોલીસના ગ્રેડ-પે ખૂબ જ ઓછા છે, જેમાં સુધારો કરવાની માંગ સાથે પોલીસ કર્મચારીઓએ સરકાર સામે આંદોલનાત્‍મક ભૂમિકામાં આવવાની ફરજ પડી છે. ત્‍યારે ખાખી વર્ધીની ખુમારીને સમર્થન જાહેર કરતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ પાસે રાજકીય હેતુઓ પાર પાડવા જનમેદની એકઠી કરવાથી લઈને તમામ કામો રાત-દિવસ, વરસાદ, તડકો, ઠંડીમાં કરાવવામાં આવે છે તેમ છતાં તેઓને પૂરતું વેતન આપવામાં આવતું નથી ત્‍યારે પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય વધુમાં વધુ 8 કલાક નકકી કરીને પૂરતું વેતન અને ગ્રેડ-પે આપવાની માંગ સાથે નીચેના પ્રશ્‍નોમાંથી પોલીસને મુકત કરાવવાની માંગણી છે.

પરેશભાઈ ધાનાણીએ પોલીસના પ્રશ્‍નો અંગે જણાવ્‍યું હતું કે રાજય સરકાર દ્વારા પોલીસ પાસે રાજકીય અને સરકારી મેળાવડાઓમાં રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટેભીડ ભેગી કરાવવામાં આવે છે. રાજકીય ઈશારે એન્‍કાઉન્‍ટર કરાવવામાં આવે છે, નિર્દોષ લોકોની ધરપકડ કરાવી તેમની સામે ખોટા કેસો દાખલ કરાવે છે. જેલમાં પૂરવા સહિતના કામો રાજકીય ઈશારે પોલીસ પાસે સતાના જોરે કરાવે છે તેવી કામગીરી બંધ કરાવવી જોઈએ.

રાજયમાં વસ્‍તીના પ્રમાણમાં પોલીસની સંખ્‍યા ઓછી હોવાના કારણે પોલીસ કર્મચારીઓને સતત નોકરી કરવી પડે છે. રાજયમાં વસ્‍તીને ઘ્‍યાને રાખીને1.પ0 લાખ પોલીસ હોવા જોઈએ તેવી રાજયનાપૂર્વ ડીજીપીએ સરકારને ભલામણ કરી હતી, જેને આજે છ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં અંદાજે 70 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જ છે એટલે પૂરતી સંખ્‍યામાં ભરતી તાત્‍કાલિક કરવી જોઈએ.

પોલીસને 8-8 કલાકની ત્રણ શિફટમાં કામ કરવાની સાથે અઠવાડિક રજા આપવાની હોય છે, પરંતુ પોલીસની ઓછી સંખ્‍યાને કારણે અઠાવડિક રજા પણ અપાતી નથી અને જરૂરિયાત કરતાં ઓછા પોલીસ હોવાના કારણે પોલીસ કર્મચારીઓને 1પ-1પ કલાક કામ કરવું પડે છે, પોલીસ કર્મચારીઓ પાસેથી વધુ કલાક કામ લેવાના કારણે તેઓ માનસિક, શારીરિક અને સામાજિક સમસ્‍યાઓથી પીડાય છે. છેલ્‍લા એક વર્ષમાં કોન્‍સ્‍ટેબલથી લઈ પોલીસ ઈન્‍સ્‍પેકટર સુધીના અનેક પોલીસ કર્મચારીઓએ આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યું છે. પોલીસ આત્‍મહત્‍યા સુધીપહોંચે ત્‍યાં સુધી તેઓની સમસ્‍યાઓ ઉકેલવા માટે રાજય સરકાર દ્વારા ઘ્‍યાન અપાતું નથી. સચિવાલયના સેકશન ઓફિસર અને પોલીસ સબ ઈન્‍સ્‍પેકટરનું પગારધોરણ સરખું હોય છે ત્‍યારે સેકશન ઓફિસર ચોકકસ સમય માટે કામ કરે છે. સેકશન ઓફિસરની સચિવાલય બહાર બદલી થતી નથી. તેઓને સરકારી આવાસની સુવિધા   મળે છે, જયારે પોલીસ સબ ઈન્‍સ્‍પેકટરને અમર્યાદિત સમય માટે કામ કરવું પડે છે. તેઓની દર બે-ત્રણ વર્ષે બદલી થાય છે. દરેક ફરજના   સ્‍થળે સરકારી આવાસ ઉપલબ્‍ધ થતા નથી, પોલીસની નોકરીમાં જોખમ વધુ હોય છે. 36પ દિવસમાં 1પ-1પ કલાક કામ કરવાનું અને દર બે-ત્રણ વર્ષે બદલી થતી હોઈ તેમના સંતાનોના અભ્‍યાસ પર તેની ગંભીર અસર પડે છે, જેથી પોલીસની ફરજ દિવસમાં વધુમાં વધુ આઠ કલાક નકકી કરવામાં આવે.

રાજયમાં પોલીસ મેન્‍યુઅલ અંગ્રેજોના સમયનું છે, પોલીસને સાયકલ એલાઉન્‍સ ર0 રૂપિયા અને શેવીંગ એલાઉન્‍સ પાંચ રૂપિયા આપવામાં આવે છે. ગુનેગાર ફોર્ચ્‍યુનરમાં આવે અને પોલીસ સાયકલ લઈને પકડવા જાય તેવી હાલત રાજયના પોલીસની છે. જુના પોલીસ મેન્‍યુઅલમાં તાત્‍કાલિક સુધારો કરવામાં આવે અને પોલીસ કર્મચારીઓને       મળતા એલાઉન્‍સમાં મોંઘવારીના દરો મુજબ સુધારો કરવામાં આવે.

કર્મચારીઓના રક્ષણ અને પ્રશ્‍નોના નિકાલ માટેવિવિધ યુનિયનો બનાવવામાં આવે છે. માત્ર પોલીસ તંત્રમાં યુનિયન બનાવની પરવાનગી આપવામાં આવતી નથી. રાજયના પોલીસ કર્મચારીઓને પણ યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે.

પોલીસ કર્મચારીઓના અવાજને દબાવવા માટે રાજય પોલીસ વડા તરફથી પરિપત્રો જાહેર કરીને ગુજરાત પોલીસના સદસ્‍યો માટે સોશ્‍યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે તેવા તમામ પરિપત્રો રદ કરવામાં આવે.

Follow Me:

Related Posts