ખાટાઆંબા ગામે ૨૦ મણ એરંડાની ચોરી કરાતા ફરિયાદ
માણસા તાલુકાના ખાટાઆંબા ગામે પ્રજાપતિ વાસમાં રહેતા જાેઇતાભાઇ નાથાભાઈ પ્રજાપતિ પોતાના જ ગામમાં પાંચ વીઘા જમીન ધરાવે છે અને પોતાની જમીનમાં જ ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓએ પોતાની જમીનમાં પિયત પાણી માટે એક બોરવેલ પણ બનાવ્યો છે અને બોરવેલ માટે સાઈડમાં નાની એક ઓરડી પણ તૈયાર કરી છે. ગત ૨૧ માર્ચના રોજ તેઓ પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ખેતરમાંથી દિવસ દરમિયાન સાફ કરીને તૈયાર કરેલા ૨૦ મણ એરંડા પોતાની માલિકીની જગ્યામાં બનાવેલા બોર કુવાની ઓરડીમાં મુક્યા હતા અને તેને લોક મારીને તેઓ તેમના ઘરે પરત ફર્યા હતા.
બીજા દિવસે એટલે કે ૨૨ માર્ચના રોજ તેઓ સવારના દસ વાગ્યાના અરસામાં પોતાના નિત્યક્રમ મુજબ તેમના ખેતરમાં ગયા હતા અને તેમણે જાેયું હતું કે તેમની બોર કુવાની ઓરડીનો દરવાજાે ખુલ્લો છે અને તેમાં રાખેલા ૨૦ મણ એરંડા ગાયબ છે તથા બોરકુવા માટે રાખેલ કેબલ પણ કોઈ ઈસમ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર બાબતે ફરિયાદીએ આપેલી ફરિયાદ અનુસાર માણસા પોલીસે ૨૦ મણ એરંડા કિંમત રૂ. ૩૪ હજાર ૩૦૦ અને કેબલ વાયર કિંમત રૂપિયા ૯ હજાર ૬૦૦ કુલ મળી રૂપિયા ૪૩ હજાર ૯૦૦ની ચોરીનો ગુનો નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
માણસા તાલુકા પંથકમાં છેલ્લા ઘણા સમયથી બોરવેલના કેબલ જ્યોતિગ્રામ ઘણા અંશે સક્રિય થઇ છે, ત્યારે ખેતરમાં તૈયાર કરીને રાખેલા પાકને પણ હવે તસ્કરો છોડતા નથી અને મોકો મળતાની સાથે જ ખેડૂતોની આખી સિઝન નો પાઠ રાતના અંધારામાં ચોરી કરી પલાયન થઈ જાય છે.માણસા તાલુકા પંથકમાં છેલ્લા ઘણા સમયથી બોરવેલના કેબલ વાયર ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. ત્યારે હવે ખેતરોમાં તૈયાર થયેલો રોકડિયા પાકોની પણ ચોરી થવાની ઘટના સામે આવી છે. માણસા પોલીસ મથકનો સ્ટાફ પણ પોતાનું નાઇટ પેટ્રોલિંગ વધારી દીધું છે અને રહેણાંક ઉપરાંત ખેતીવાડીની જગ્યા ઉપર પણ ચાપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. હાલ તો પોલીસે ૨૦ મણ એરંડાની ચોરીનો ગુનો નોંધી પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Recent Comments