fbpx
અમરેલી

ખાતરનો ભાવ વધારો પરત લેવા બાબત અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન

ખાતરનો ભાવ વધારો પરત લેવા બાબત અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામા આવ્યું હતું. ચાલુ વર્ષે સમગ્ર અમરેલી જીલ્લામાં તો તે વાવાઝોડાની કળ ખેડુતને હજી તો ઉતરી નહોતી ત્યાં અતિવૃષ્ટિથી ખેડુતોનો મોસ ભાગનો પાક ઉમે ઉભો બળી ગયો છે , અને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો ખેડુતને આવ્યો છે , ખેડુતને પડયા ઉપર પાટુ લાગ્યું છે , અને ચોમાસું સીઝન ખેડુતો લઈ શક્યા નથી , ખેડુતોને શિયાળુ સીઝન લેવા માટે રાસાયણીક ખાતરની આવશ્યકતા ઉભી થાય છે , ત્યારે રાસાયણીક ખાતરના ભાવમાં અસહય ભાવ વધારાથી ખેડુતની કમર તુટી ગઈ છે , જો રાજય સરકાર રાસાયણીક ખાતર ઉત્પાદન કરતી કંપનીને ભાવ વધારો પરત ખેંચવા માટે મજબુર નહી કરે તો ખેડૂતોને પોતાના ઘરનું ગુજરાન ચલાવું ખુબ મુશ્કેલ બની જશે , માટે ખેડુતને કુદરતી નુકશાની માંથી ઉભા કરવા હોય તો રાસાયણીક ખાતરનો ભાવ વધારો તત્કાલ પરત ખેંચવા ભલામણ કરાયેલ .

Follow Me:

Related Posts