ખાત્રજ ચોકડી પાસે ઘેનની ગોળીવાળા ભજીયા ખવડાવી હત્યા કરાઈ

આરોપીના ભાઇ-ભાભીએ કરેલ પ્રેમલગ્નથી સમાજમાં મોટી માનહાની થઇ હતી. જેથી આરોપીએ ભાઇ-ભાભીની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. ભાઇ-ભાભીની હત્યા કરવા માટે આરોપી વિપુલે અમદાવાદ સિવિલમાંથી ઘેનની ગોળીઓ લીધી હતી. આ બાદ એક લોખંડની દુકાનેથી છરો લીધો હતો.અને બેશન લઇને મહુધા આવવા માટે નિકળ્યો હતો. ખાત્રજ ચોકડી પહોચ્યા બાદ ભાઇ વિક્કીને ફોન કરી કહેલ કે તમારા માટે ભજીયા લઇને આવું છું.
જ્યારે ખાત્રજ ચોકડી ઉપર આવેલ ભજીયાની દુકાને દુકાનદારને આરોપીએ કહેલ કે ભજીયા બનાવવાની સામગ્રી હું આપુ તેના બનાવી આપ તેમ જણાવ્યુ હતુ. આરોપીએ દુકાનદારને બેશન અને સિવિલ હોસ્પિટમાંથી લાવેલ ઘેનની ગોળી મિશ્રણ ઓગાળી તેનુ મિશ્રણ બનાવ્યુ હતુ. અને તેના ભજીયા બનાવડાવી ભાઇ-ભાભી માટે મહુધાના અલીણા ગામે લઇ ગયો હતો. ભાઇ-ભાભીને ભજીયા ખવડાવી બેભાન કરી દીધા હતા. જે બાદ આરોપી વિપુલે ભાઇ-ભાભીના હાથ પગ બાંધી દીધા હતા. ભાઇને ગળા તથા માથાના ભાગે લોખંડના છરાથી ઉપરા છાપરી ઘા માર્યા હતા. જ્યારે ભાભીને ગળાના ભાગે લોખંડના છરાના ઘા મારી ગંભીર ઇજાઓ પહોચાડી બંને વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજાવ્યા હતા.
Recent Comments