fbpx
અમરેલી

ખાદીકાર્યાલય-સાવરકુંડલામાં ઉજવાયો ગાંધીજયંતીનો કાર્યક્રમ.

શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ-ખાદીકાર્યાલય- સાવરકુંડલા દ્વારા ૨-જી ઓક્ટોબર-૨૦૨૩ને સોમવારના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૪ મી જન્મજયંતી નિમિત્તે સવારે સાડા આઠ વાગ્યે સવારની પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પ્રાર્થના-ભજન-ધૂન ખાદીકાર્યાલય-સાવરકુંડલાના કાર્યકર્તા ભાઈ-બહેનો અને લોકશાળા -ખડસલીના વિદ્યાર્થીની બહેનોએ સંગીતમય શૈલીમાં રજૂ કરી હતી.

ગાંધી સાહિત્યનું વાંચન સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હરેશભાઈ સી. ત્રિવેદીએ કરેલ. સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હરેશભાઈ ત્રિવેદીએ  સૌને આવકારેલ. આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોમાં મધુભાઈ ગજેરા,મહેન્દ્રભાઈ ગોડા,શ્રી ભરતભાઈ જોશી,શ્રીમતી ગીતાબેન જોશી, શ્રી હર્ષદભાઈ જોશી,મેઘજી પેથરાજ સાર્વજનિક છાત્રાલયના ગૃહપતિશ્રી ગોવિંદભાઈ નાગર તથા સર્વે વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના ભૂતપૂર્વ કાર્યકર્તાઓ વગેરે હાજર રહ્યા હતા.

તેમજ શ્રી લલુભાઈ શેઠ આરોગ્યમંદિર-સાવરકુંડલાના ડો. શ્રી દિપકભાઈ શેઠના અધ્યક્ષસ્થાને ડો.પ્રકાશભાઈ કટારીયા સાહેબ તથા ડો. વાણીયા સાહેબ તેમજ સર્વે ડોક્ટરશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી-ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઇ નાકરાણી-ભાજપ કાર્યકર્તાશ્રી કેશુભાઈ વાઘેલા-પ્રવીણભાઈ સાવજ-ભાઈસુખભાઈ પંડ્યા વગેરેએ ખાદીકાર્યાલયના આગળના જાહેર રસ્તા ઉપર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ કરેલ અને સર્વે ભાજપના હોદ્દેદારો- કાર્યકર્તાઓએ ખાદી કાર્યાલયમાંથી મોટા પ્રમાણમાં ખાદીની સામુહિક ખરીદી કરેલ.કાર્યક્રમના અંતમાં સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હરેશભાઈ ત્રિવેદીએ સૌનો આભાર માનતા જણાવ્યું કે,આજે ૨-જી ઓક્ટોબર ૨૦૨૩ ને સોમવારથી ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતની તમામ પ્રકારની ખાદીમાં પચ્ચીસ ટકા વળતર શરૂ થયેલ છે. પરપ્રાંતની ખાદીમાં પંદર ટકા વળતર શરૂ થયેલ છે.તો સૌને પરિવાર સાથે ખાધી ખરીદવા માટે જાહેર અપીલ કરેલ એમ મનીષભાઈ બી વિંઝુડાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts