ગુજરાત

ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત : ૨ના મોત


લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી લકઝરી બસમાં ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં, જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુનઃ ધમધમતો થયો હતો.લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,

જ્યારે ખાનગી લકઝરી બસમાં ૩૦થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે, જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળિયો બને છે. આવો જ એક ગોઝારો અકસ્માત આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો હતો. લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.

Related Posts