fbpx
અમરેલી

ખાભા તાલુકાના રાણીગપરા ગામે જીવાવાળા ઢોરા વિસ્તારમા વસવાટ કરતા૧૫ પરીવારોને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી જયોતિગ્રામ અતર્ગત વિજ કનેકશન જોડવામા આવ્યા

આ વિસ્તારના લોકો અદાજીત ૨૦ વર્ષથી ઘર વપરાશના કનેકશનો મેળવવા માગણી કરી રહયા હતા. ખાભા તાલુકાના સ્થાનીક પદાધિકારીઓ, સરપંચશ્રી તેમજ ગ્રામજનોએ સાસદશ્રીનો આભાર વ્યકત કર્યો.

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે અમરેલી જીલ્લાના ખાભા તાલુકાના રાણીગપરા ગામે જીવાવાળા .ઢારા તરીકે ઓળખાતા વિસ્તારમા વસવાટ કરતા ૧૫ પરીવારોને જયોતિગ્રામ યોજનાના વિજ કનેકશનો મજુર થઈ આજ તા. ૦૨ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ આ પરીવારોના ઘર આગણે વિજ જોડાણ મળવા પામેલ છે. ખાભા તાલુકાના પદાધિકારીઓ, રાણીગપરાના સરપંચશ્રી અને આ વિસ્તારમા વસવાટ કરતા પરીવારો દ્વારા જયોતિગ્રામ અંતર્ગત ઘર વપરાશના કનેકશનો મળી રહે તે માટે ૨૦ અદાજીત વષથી રજુઆત કરવામા આવી રહી હતી. જે અંતર્ગત સાસદ શ્રી નારણભાઈ કાછડીયા સમક્ષ રજુઆત થતા સાસદશ્રીએ તાત્કાલીક પ્રશ્ન જીલ્લા સકલન અને ફરીયાદ નિવારણ સમિતિમા ઉઠાવી રાણીગપરા પંચાયત પાસેથી પેટા પરાનો દાખલો મેળવી, ટી.ડી.ઓ.ના અભિપ્રાય સાથે પી.જી.વી.સી.એલ.સમક્ષ દરખાસ્ત કરાવલ હતી.

સાસદશ્રીએ આ દરખાસ્તના અનુસધાને અમરેલી સર્કલથી લઈ ક્ષેત્રિય કચેરી, ભાવનગર થઈ વડી કચેરી રાજકોટ માથી તમામ પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી રાણીગપરા ગામે વસવાટ કરતા આ વિસ્તારના પરીવારો માટે જયોતિગ્રામ અંતર્ગત ઘર વપરાશના વિજ કનેકશનો મજુર કરાવી વિજ જોડાણ અપાવેલ છે. ત્યારે અમરેલી જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ ફીડોળીયા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી અરવિદભાઈ ચાવડા, યુવા ભાજપ અગ્રણી શ્રી આનંદભાઈ ભટ્ટ, શ્રી હમીરભાઈ ભરવાડ, શ્રી ભીખાભાઈ ગોરાણા, શ્રી રાણાભાઈ ભરવાડ, શ્રી હિમતભાઈ કાપડીયા, સરપંચશ્રી દિલીપબાપુ તથા રાણીગપરાના ગ્રામજનોએ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો સહદય આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts