ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી ખાતરી આપતાં ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો પદગ્રહણ સમારોહ

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓની શુભેછા સાથે પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો.
ભારતીય જનતા પક્ષ દ્વારા ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનો પદગ્રહણ સમારોહ હોદ્દેદારો કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો.
મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલે પદની ગરિમા અંગે કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને ભાજપ મોવડીઓ તેમજ પરિવારનાં સંસ્કાર મુજબ યુવાનોની આંખ અને વડીલોની પાંખ સાથે એટલે નવયુવાન કાર્યકર્તાઓની જહેમત તથા વડીલ અગ્રણીઓનાં માર્ગદર્શન મુજબ સૌએ ભાવનગર જિલ્લાનાં છેવાડાની વ્યક્તિ સુધી લાભ મળે તેમ કાર્યરત રહેવા ભાર મૂક્યો. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રીય સંગઠન તેમજ રાજ્યનાં હોદ્દેદારોનો ઉલ્લેખ કરી સૌનાં સાથ માટે વ્યક્તિગત મતમતાંતર કરતાં રાષ્ટ્ર અને સમાજ કેન્દ્રમાં રાખવાં પોતાનો ભાવ વ્યક્ત કર્યો.
કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ શુભકામના પાઠવતાં કોઈ પણ પદમાં કાર્યકર્તા પાયામાં હોવાનું અને તેઓની ભૂમિકા જ મહત્વની ગણાવી.
આ સમારોહમાં પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા, શ્રી જીતુભાઈ વાઘાણી તથા શ્રી શિવાભાઈ ગોહિલ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અગ્રણી શ્રી ધવલભાઈ દવે, જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા અને જિલ્લા અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થતાં શ્રી રાઘવજી મકવાણાએ પ્રાસંગિક ઉદબોધનમાં ભાજપ મૂલ્યો સાથે નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલને શુભકામનાઓ પાઠવી.
સમારોહ પ્રારંભે જિલ્લા મહામંત્રી શ્રી ચેતનસિંહ સરવૈયાએ શાબ્દિક આવકાર આપેલ અને શ્રી ભરતભાઈ મેરે આભાર વિધિ કરેલ.
કાર્યક્રમ સંચાલનમાં શ્રી વિજયભાઈ ચૌહાણ અને સંકલનમાં શ્રી રાજુભાઈ બાબરિયા તથા શ્રી રાજેશભાઈ ફાળકી રહ્યાં.
આ પ્રસંગે ધારાસભ્યો શ્રી ભિખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા શ્રી સેજલબેન પંડ્યા સાથે ભાવનગર શહેર ભાજપ નવનિયુક્ત અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ, ભાજપ હોદ્દેદાર અગ્રણીઓ શ્રી ચીથરભાઈ પરમાર, શ્રી ચંદ્રશેખરભાઈ દવે, શ્રી વિભાવરીબેન દવે, શ્રી હર્ષદભાઈ દવે, શ્રી મૂકેશભાઈ લંગાળિયા, શ્રી રસિકભાઈ ભિંગરાડિયા, શ્રી કેશુભાઈ નાકરાણી, શ્રી ગજેન્દ્રસિંહ ગોહિલ, શ્રી પ્રવિણભાઈ મારું, શ્રી મુળજીભાઈ મિયાંણી, શ્રી પેથાભાઈ આહિર, શ્રી ધીરુભાઈ શિયાળ, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો જોડાયાં હતાં.
નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલે સમારોહ બાદ ભીડભંજન મહાદેવ દર્શન કરી ભાજપ કાર્યાલય પર વિધિવત હોદ્દો સંભાળ્યો હતો તેમ ભાજપ પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
Recent Comments