અમરેલી

ખુશીઓનો તહેવાર દિવાળીના પાવન પર્વ પર ગરીબ બાળકોને ફટાકડા અને મીઠાઈ ની ખરીદી કરાવી આપતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

સેવાનો એક પણ મૂકો ન ચૂકનાર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા શહેરના ગરીબ વર્ગના બાળકોને શહેરની બજારમાં પોતાની સાથે લઈ જાય ફટાકડાની દુકાનેથી ફટાકડા અને ફરસાણની દુકાનેથી મીઠાઈ ફરસાણની ખરીદી કરાવી આપી હતી, અને અટલ બિહારી વાજપાઈ નું વાક્ય ચલો જલાયે દીપ જહા અભી અંધેરા છાયા હૈ ! આજ લક્ષ સાથે દિવાળી પર્વની અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને જનસેવા અને લોક સેવામાં સતત અગ્રેસર એવા શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Related Posts