ગુજરાત

ખેડાના મલારપુરા પાસે મોટરસાયકલ સ્લીપ થતા ચાલકનું સારવાર દરમિયાન થયું મોત

ખેડા પાસેના મલારપુરા નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું મૃત્યુ થયું છે. આ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. ખેડા તાલુકાના પાણસોલી ગામે રહેતા કનુભાઈ શનાભાઇ ઝાલા પોતાની પત્ની સાથે ગતરોજ સવારે પોતાનું મોટરસાયકલ લઈને પોતાના ગામથી મહેસાણા જવા નીકળ્યા હતા. આ મોટરસાયકલ કનુભાઈનાઓએ મલારપુરા સરકારી બોર પાસે મુકવાનું નક્કી કર્યું હતું અને ત્યાંથી બસ મારફતે મહેસાણા જવા નીકળ્યા હતા. દરમિયાન મલારપુરા સરકારી બોર પાસેથી પસાર થતા હતા ત્યારે એકાએક મોટરસાયકલ નંબર જીજે ૦૭ બીક્યુ ૬૦૪૨ સ્લીપ ખાઈ ગયું હતું.

આથી મોટરસાયકલ ચાલક કનુભાઈ ઝાલાને શરીરે ગંભીર ઈજા થતાં તેઓને તુરંત સારવાર માટે બારેજા ની ખાનગી હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું બપોરના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ બનાવ સંદર્ભે મૃતકના નાનાભાઈ મનુભાઈ શનાભાઇ ઝાલાની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Related Posts