fbpx
ગુજરાત

ખેડાના વડતાલમાં હરિભક્તોએ ઉગ્ર વિરોધ અને રજૂઆતો સાથે નિવેદન આપ્યું

ખેડાના વડતાલમાં હરિભક્તો દ્વારા ઉગ્ર વિરોધ અને રજૂઆતો સાથે નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે આવેદન સ્વીકારવા માટે મંદિરમાં કોઈ સંત હાજર ન હતા. જેને કારણે હરિભક્તોએ મંદિર પર પહોંચી નો પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત હિતરક્ષક સમિતી દ્વારા આ આવેદન આપવામાં આવ્યું હતું. મંદિરના મેનેજીંગ ટ્રસ્ટીને ઉદ્દેશીને આ આવેદન અપાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા તથા ધર્મ વિરૂધ્ધ કાર્ય કરનારા, અનૈતિક કૃત્ય કરનારા તથા અધર્મ કરનારા તમામ પર તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે ત્યાં સિક્યુરિટી દ્વારા મીડિયા કર્મીઓને અકાવવામાં આવતા તેમની વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ ઊભી થઈ હતી.

Follow Me:

Related Posts