ખેડાના સુણદા ગામમાં એકસાથે એક જ પરિવારના ૬ લોકોની અર્થી ઉઠી હતી. એકસાથે ૬ લોકોની અંતિમયાત્રા નીકળતાં આખુ ગામ હિબકે ચડ્યું છે. ૩ હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જાેડાયા હતા. સુણદા ગામમાં એક અજબ પ્રકારની ગમગીની છવાઈ ગઈ છે. જેની ક્યારેય કોઈ કલ્પના પણ ન થઈ શકે. એકસાથે આટલા બધા લોકોનાં મોતથી કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે બાવળામાં થયેલા ગોઝારા અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત થયા હતા. જેમાં સુણદા ગામના ૬ સ્વજનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. દુર્ઘટનાથી ગામ પર આભ તૂટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે.
એક જ પરિવારમાં ૬ના મોતથી સમગ્ર ગામમાં સોંપો પડી ગયો છે. ગામના રસ્તાઓ સૂમસામ ભાસે છે. સ્વજન ગુમાવનાર પરિવારની સાથે સમગ્ર ગ્રામજનો શોકમાં છે. મૃતકોના ઘરમાં આક્રંદ છવાયો છે. તો બીજીતરફ અંતિમવિધિ માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. સ્ય્ફઝ્રન્ના કર્મચારીઓએ તાત્કાલિક સ્મશાન સુધીના રસ્તા પર લાઈટની સુવિધા ઉભી કરી હતી. જ્યારે અંતિમવિધિમાં કપડવંજના માલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડ્ઢરૂજીઁ, ઁૈં અને ઁજીૈં સાથે પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.
Recent Comments