ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર નામનીજ હોય તેવા કિસ્સાઓમાં વધારો થતો હોય તેવો ફરી એક ઘટના બની હતી જેમાં, ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી એલસીબી પોલીસે ઝડપી પાડી છે. કનેરા ગોડાઉનમાં ડિલિવરી કુરિયર કંપનીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. નેશનલ હાઈવે ૪૮ પર આવેલ પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાંથી દારુ પકડાયો છે. અશ્વિકા નામના ગોડાઉનમાંથી ૪૧ નંગ વિદેશી દારુની બોટલ પકડાઈ છે. ખેડા એલસીબી એ ૨૦,૫૦૦ની કિંમતનો દારુ ઝડપ્યો છે. દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપનીએ વિજાપુરના રંજનસિંહ ચૌહાણના નામે મોકલ્યુ હતુ પાર્સલ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી એલસીબી પોલીસે ઝડપી પાડી

Recent Comments