ખેડામાં કોરોનાના કેસમાં વધારો છતાં બજારોમાં ભીડ ઉમટી
કોરોનાના કહેર વચ્ચે ઉત્તરાયણ પર્વનો ઝગમગાટ બજારોમાં જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક નડિયાદની વાત કરવામાં આવે તો શહેરના ડભાણ ભાગોળ, અમદાવાદ બજાર, સલુણ બજાર જેવા ગીચ વિસ્તારમાં લોકોની ભારે ચહલપહલ વધી છે. હજુ પર્વને આડે આજનો અને આવતીકાલનો દિવસ એટલે કે ૪૮ કલાક બાકી રહ્યા છે. ત્યારે બજારમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. નડિયાદ શહેરની માંઝા દોરી વખણાય છે. ત્યારે ઠેકઠેકાણેથી દોરી પીવડાવા લોકો ઉમટ્યા છે. શહેરની તાલુકા પંચાયત પાસે, ડભાણ ભાગોળ વિસ્તાર, અમદાવાદી દરવાજા, મરીડા ભાગોળ, ગાજીપુરવાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. એમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થતો જાેવા મળી રહ્યો છે. આમ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ બેદરકાર લોકો આપી રહ્યા છે. એક બાજુ સમગ્ર જિલ્લામાં ફ્રન્ટ લાઇન લોકો અને સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. તેવી પરિસ્થિતિ વચ્ચે નડિયાદ સહિત સમગ્ર જિલ્લાના ૧૦ તાલુકા મથકો પરના બજારોમાં ભીડ જાેવા મળી રહી છે. તો કોરોના સામે ફાઈટ કે પછી આપણે બેદરકારી દાખવી આમંત્રણ આપી રહ્યા છે તે સવાલ ઊભો થયો છે. આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં જિલ્લામાં સંક્રમણ વધશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.કોરોના મુક્ત બનેલ ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં એક્ટીવ કેસોની સંખ્યા ૩૦૦ને પાર થઈ ચૂકી છે. નજીકમાં જ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે નડિયાદ સહિત તાલુકાના બજારોમાં લોકોની ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે બજારમાં ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિત સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જાેવા મળી રહ્યું છે.
Recent Comments