fbpx
ગુજરાત

ખેડામાં પ્રથમ કેસ નોંધાયો, ૧૦ લાખે એક વ્યક્તિને થતો એનાફિલેક્સિસ રોગ

નડીયાદ શહેરમાં કોરોના અને મ્યુકરમાઈકોસિસ રોગે હાહાકાર મચાવ્યો છે. આ મહામારી વચ્ચે દસ લાખે એક વ્યક્તિને થતો એનાફિલેક્સિસ રોગ નડિયાદમાં દેખાયો છે. આ કેસ જિલ્લામાં પ્રથમ છે. એલર્જીના કારણે થતો એનાફિલેક્સિસ રોગ થાય છે. આ રોગથી દર્દીની શ્વાસનળી સંકોચાઈ જાય છે. જેથી દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને દર્દીને ઓક્સિજન એકદમ ઘટી જાય છે. તબીબે તાત્કાલિક દર્દીનું ઓપરેશન કરીને શ્વાસનળી ખુલ્લી કરાઈ હતી
અને દર્દીને નવું જીવન મળ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે નડીયાદમાં રહેતા ૪૯ વર્ષીય પુરુષને એલર્જીના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં અને ઓક્સિજન ઘટી જવાથી તેઓને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના ડો. સુપ્રિત પ્રભુએ દર્દીની તપાસ કરતાં તેઓની શ્વાસનળી સંકોચાઈ ગઈ હતી. જેથી તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને બીજી બાજુ તેઓને ઓક્સિજન ઘટી રહ્યો છે. ઓક્સિજન ઘટીને શૂન્ય તરફ જઈ રહ્યો હતો. જેને લઈને દર્દીને ખેંચ આવવા લાગી હતી.

તુરંત ડો. સુપ્રિત પ્રભુએ બે મીનિટથી ઓછા સમયમાં દર્દીના ગળામાં ઓપરેશન કરીને કાણું પાડીને ટ્યૂબ મૂકતાં ધીમે ધીમે ઓક્સિજન મળવાનું શરૂ થઈ ગયું હતું. દર્દીને ઓક્સિજન રાબેતા મુજબ થઈ ગયો હતો. અને દર્દીનો જીવ બચી જતાં તેઓને નવજીવન મળ્યું હતું.

ડો. સુપ્રિત પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ ખોરાક, મધમાખી, કોઈ જીવજંતુ કરડવાથી એલર્જી થાય છે. આ એલર્જીના કારણે શ્વાસનળી સંકોચાઈ જાય છે. જેને એનાફિલેક્સિસ રોગ કહેવાય છે. આ રોગ ૧૦ લાખે એક વ્યક્તિને થાય છે.

Follow Me:

Related Posts