fbpx
ગુજરાત

ખેડામાં બાળકો અને કિશોર વયના બાળકો વધુ સંક્રમિત થયા

ખેડા જિલ્લા તંત્રએ ખરેખર ચેતવાની જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો અને કિશોર વયના લોકો આવી રહ્યા છે. કોરોનાના અજગરી ભરડામાં દિવસને દિવસે કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં બાળકો અને કિશોર વયના લોકોનો આંક વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ૨૬ જેટલા કિશોર વયના અને ૧૧ જેટલા બાળકો કોરોના સંક્રમિત થયાનો અહેવાલ મળ્યો છે. જાે કે આ તમામ બાબતોની વચ્ચે રીકવરી રેશિયોની વાત કરવામાં આવે તો તેઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. ગઈકાલે બુધવારે કિશોર વયના વધારે લોકો પોઝિટિવ નોંધાયા છે.

બીજી બાજુ હાલમાં ચાલી રહેલા ૧૫થી ૧૮ વયના કિશોરોના રસીકરણ અભિયાનને વેગ આપવાની દિશામાં આરોગ્ય વિભાગે પ્રયાસો કર્યા છે. ગામે ગામ લોકો રસીકરણ કરાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે સિનિયર સિટીઝનો પણ આ કોરોનાની ત્રીજી લહેરમાં સપડાયા છે. જેમના બુસ્ટર ડોઝના રસીકરણ અભિયાને પણ ઝડપ પકડી છે.કોરોનાની ત્રીજી લહેર ઉઠી છે ત્યારે ખેડા જિલ્લામાં સૌથી વધુ બાળકો અને કિશોર વયના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. સંક્રમિતોની સંખ્યામાં આ વયના લોકો ઝપેટમાં આવતાં આરોગ્ય વિભાગે કમર કસવાની તાતી જરૂરી ઉભી થઈ છે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ૨૬ જેટલા કિશોર વયના અને ૧૧ જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

Follow Me:

Related Posts