fbpx
ગુજરાત

ખેડામાં ૨ શખ્શોએ વેપારી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી ૫૦ લાખ પડાવી લીધા

ખેડા જિલ્લામાં દિવસેને દિવસે છેતરપિંડી, વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યા છે. નડિયાદના વેપારી સાથે તેના સમાજના વ્યક્તિએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદના બંટી બબલીએ શહેરના સોના ચાંદીના વેપારી પાસે રોકાણ કરવાના બહાને રૂપિયા ૫૦ લાખ પડાવી લીધા છે. નાણાંનુ રોકાણ કરવાથી સારુ રીર્ટન મળશે તેમ કહી ગઠીયાઓએ છેતરપિંડી આચરી છે. વેપારીએ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમા બંટી-બબલી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૦, ૧૨૦મ્ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Follow Me:

Related Posts