ગુજરાત

ખેડા જિલ્લાના પૂર્વ ભાજપ નેતા નરોત્તમ પટેલ અને અપક્ષ કોર્પોરેટર મનુભાઇ પટેલ આપમાં જાેડાયા

ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૨ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમીની એન્ટ્રી બાદ હવે વિધાનસભામાં પણ ધારાસભ્ય બને તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેડાના લવાલ ગામના સરપંચ અને સર્વ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણના જાેડાયા બાદ આજે બુધવારે ખેડા જિલ્લાના પૂર્વ ભાજપના નેતા નરોત્તમ પટેલ તથા કપડવંજના અપક્ષ કોર્પોરેટર મનુભાઈ પટેલ ‘આપ’માં જાેડાયા છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાએ ભાજપ-કોંગ્રેસની ચિંતામાં હવે વધારો કર્યો છે.

કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તજજ્ઞો મુજબ આગામી બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આજે આમ આદમી પાર્ટીએ કોરોનાની ત્રીજી લહેર પહેલા ડોક્ટર ઓન કોલ્સ કાર્યક્રમ અંગેની જાહેરાત કરી હતી.

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ડોકટર સેલની ટીમ ઓન કોલ સારવાર અંગે માહિતી આપશે. જેના માટે ૭૯૦૦૦૯૪૨૪૨ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ડોકટર સેલના ડો. અર્નિશ પારેખે જણાવ્યું હતું કે ત્રણ સ્લોટમાં એમબીબીએસ, એમડી, સાઈકયાટ્રિક, ઇન્ટર્ન ડોકટરો સેવા આપશે. સવારે ૧૦થી ૪, બપોરે ૨થી ૬ અને સાંજે ૪થી ૬ દરમ્યાન સુવિધા રહેશે. ડોકટર ઓન કોલ્સ સેવામાં માત્ર સામાન્ય લક્ષણ ધરાવતા જ દર્દીઓને સારવાર અંગે માહિતી આપવક આવશે. કો-મોર્બિડ દર્દીઓને હોસ્પિટલમાં જ સારવારની જરૂર હોય છે.

Related Posts