ખેડા જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કઠલાલના ચરેડમાંથી અઢી કિલો ગાંજા સાથે એક ઝડપાયો
ખેડા જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કઠલાલના ચરેડ વડવાળા ફળિયામાં બાતમી આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળની તલાસી લેતા નશીલા પદાર્થ ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસ ટીમે ગાંજાનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂ ૨૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં ગાંજાનો જથ્થા સાથે ઝડપાયેલ ઇસમની પૂછપરછ કરતા ગાંજાે આપનાર શક્તિ પટેલનુ નામ ખૂલતા પોલીસ ટીમે તપાસ હાથ ધરી છે.
કઠલાલ ચરેડ ગામ વડવાળા ફળિયામાં રહેતા હિંમતસિંહ ઉર્ફે ભીખાભાઇ બારૈયા પોતાના રહેણાંક મકાનમાં ગાંજા જેવો માદક નશીલો પદાર્થ ખાનગી રાહે વેચાણ કરે છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે એક ઇસમ મકાનના શેડ નીચે ખાટલામાં બેઠો બેઠો હતો, તેને પોલીસ ટીમે શંકાના આધારે રાઉન્ડઅપ કરી બાતમી આધારિત સ્થળની તલાસી લેતા લાકડાના પલંગ નીચે મીણીયા કોથળામાં કંઇક ભરેલુ મળી આવ્યુ હતુ.
પોલીસ ટીમે ગાંજાનો કુલ જથ્થો ૨ કિલો ૫૩૦ ગ્રામ કિ રૂ ૨૫, ૩૦૦, અંગઝડતી કરતા મોબાઇલ ફોન કિ રૂ ૫૦૦ મળી કુલ રૂ ૨૫,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એસઓજી ટીમની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે એક વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. એસ.ઓ.જી ટીમ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડેલ હિંમતસિંહની ગાંજાના જથ્થા ક્યાથી લાવ્યા અંગેની પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો શક્તિ પટેલ રહે,પીઠાઇ કઠલાલ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસ ટીમે ગાંજાના જથ્થા અંગે હિંમતસિંહ ઉર્ફે ભીખાભાઇ બારૈયાની પૂછપરછ કરતા તે પ્લાસ્ટિકની કોથળીમાં ભરી તેનુ છુટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.
Recent Comments