ખેડુતોને ખેતીવાડી માટે નવા વીજકનેકશન તાત્કાલીક આપવાની માંગકરતા : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
અમરેલી જી૬ત્સિલામાં જે ખેડુતોએ ખેેતીવાડી માટે છેલ્લા ૬ મહિનાથી નવા વીજ કનેકશનોની માંગણી કરેલ છે, તેને આજદિન સુધી વીજ કનેકશન મળેલ નથી. ખેડુતો જયારે પીજીવીસીએલ કચેરીનો સંપર્ક કરે છે ત્યારે કચેરી તરફથી સરકાર માંથી મટીરીય૬ત્સિસ આવશે ત્યારે વીજ કનેકશન ફીટ કરી આપીશુ એવો જવાબ ખેડુતોને મળે છે, જો મટિરિયલ્સ ના અભાવે ખેડુતોને ખેતીવાડી માટે નવા વીજ કનેકશન માટે ૬-૬ મહિના રાહ જોવી પડે તે દુ:ખદ બાબત કહેવાય, ખરેખર તો ગુજરાતની આ ભાજપ સરકારની ઢીલી નીતિના કારણે ખેડુતો નવા વીજ કનેકશનોથી ૬–૬ મહિના સુધી વંચિત રહે છે, હાલમાં જો સરકાર તત્કાલ પીજીવીસીએલ કચેરીને નવા કનેકશનો માટે મટિરિયલ્સ પુરુ પાડે તો ઉનાળાના સમયગાળા દરમ્યાન ખેડુતોના છ મહિનાથી પેન્ડીંગ વીજ કનેકશનો આપી શકાય અને તેનો ઉપયોગ ખેડુતો ઉનાળું પાક માટે કરી શકે, જો ગુજરાત સરકાર પીજીવીસીએલ કચેરીને મટિરિયલ્સ મોડું આપશે તો ચોમાસાના સમયગાળા દરમ્યાન ખેડુતોના ખેતરમાં વીજપોલ ઉભા કરવા મુશ્કેલ બનશે. અને ખેડુતોને ચોમાસાના બીજા ચાર મહિના નવા વીજ કનેકશન માટે રાહ જોવાનો વારો આવશે. જેથી કરીને ગુજરાત સરકાર પીજીવીસીએલ કચેરીને નવા વીજ કનેકશન માટેનું મટિરિયલ્સ તત્કાલ પુરૂ પાડવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
Recent Comments