ખેડુતોને ગુમરાહ કરી અસ્તિત્વ માટે મથતી કોંગ્રેસને જાકારો આપતી સરંભડા તાલુકા પંચાયત સીટની જાગૃત પ્રજા
તાલુકા પંચાયતની સરંભડા સીટનાં તમામ મતદાર ભાઈ–બહેનોનો આભાર માનતું જિલ્લા ભાજપ
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની કાબીલેદાદ ચુંટણીલક્ષી વ્યુહરચના અને માર્ગદર્શન તેમજ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ, એનસીયુઆઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, જિલ્લા–તાલુકા પંચાયતનાં સભ્યશ્રીઓ, જિલ્લા ભાજપ ટીમ, તાલુકા ભાજપ ટીમ સહીત તમામ કાર્યકર્તાનો પરીશ્રમ જવલંત વિજય બન્યો
અમરેલી તાલુકા પંચાયત સીટ ૧૪–સરંભડાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પક્ષને મળેલ લોક ચુકાદો એ ખેડુતોએ કેન્દ્રની અને રાજય સરકારની વિકાસ યોજનામાં વ્યકત કરેલ વિશ્વાસ ની સાબીતી છે. અને આ વિશ્વાસને ચરીતાર્થ કરવા શકય એટલા તમામ પ્રયાસો ભાજપ અવિરત કરતુ જ રહેશે. તેવો વિશ્વાસ વ્યકત કરેલ હતો. આ સફળતાંએ કોરોના જેવી વિશ્વ વ્યાપી મહામારીમાં લોકોની વચ્ચે અડીખમ ઉભા રહી ને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાએ બજાવેલી સેવાનું પરીણામ છે.
કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહી છે. સાથો સાથ માનસીક સંતુલન ગુમાવી ચુકેલ હોય તેવા ખેડુતોને ભ્રમીત કરતા અખબારી નિવેદનો આપે છે. પરંતુ લોકો તેમની આ ચાલમાં ફસાતા નથી અને વિકાસમાં જ વિશ્વાસ વ્યકત કરે છે. અમરેલી તાલુકાની ૧૪–સરંભડા સીટ તળેનાં સરંભડા, તરવડા, મેડી, ચાડીયા, નાના માંડવડા ગામનાં જાગૃત લોકોએ દેશ/રાજય અને જિલ્લાનાં વિકાસમાં વિશ્વાસ વ્યકત કર્યો છે. કોંગ્રેસની નીતી ને ખેડુતો સારીરીતે સમજી ચુકયા છે અને તેથી જ ખેડુતોની આવકને સમૃધ્ધ કરવાની દીશામાં કામ કરતી કેન્દ્ર અને રાજય સરકાર ઉપર વિશ્વાસ વ્યકત કરીને ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારને લોક સફળતા મળી છે. કોરોના જેવી મહામારીમાં સારવાર, દવા, ઓકિસજન, વાહન વ્યવસ્થા અને પરીવારને મદદરૂપ બનવાની રાત દીવસની સેવા ભાજપનાં કાર્યકર્તાએ બજાવી તેને લોકોએ મતરૂપી સ્વીકારીને ભાજપનાં ઉમેદવારને પસંદગીની મહોર મારી છે. આ વિજય લોક સમજણનો પણ છે. કોંગ્રેસની પરીવારવાદની નીતીએ ખૂદ કોંગ્રેસને ડુબાડી રહી છે. તે કોંગ્રેસ કોઈ કાળે લોકોનાં કામ કે વિકાસનાં કામો કરી જ ન શકે તેવી સ્થિતી ખૂદ કોંગ્રસમાં નિર્માણ થઈ ચુકી છે. માત્ર નિવેદન ઉપર કોંગ્રેસ રાજનીતી ચલાવે છે અને આ નીતીને લોકોએ જાકારો આપેલ છે. તેવા સમયે કોંગ્રેસનાં નિવેદન બાજ નેતાઓને આત્મ મંથન કરવાની જરૂર છે.
આ વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની ચુંટણીલક્ષી વ્યુહરચના, કાર્યકર્તાઓને માર્ગદર્શન અને પ્રચાર – પ્રવાસ દ્રારા જન જાગૃતિનું કાર્ય સફળ થાય તે માટે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, એનસીયુઆઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા પંચાયતનાં સભ્યો, તાલુકા પંચાયતનાં સભ્યો, જિલ્લા ભાજપ સંગઠન ટીમ, તાલુકા ભાજપ સંગઠન ટીમ, જિલ્લા મોરચાનાં કાર્યકર્તાશ્રીઓ સહીત તાલુકાનાં સૌ કોઈ કાર્યકર્તાઓ ચુંટણી પ્રચારમાં જોડાયા હતા. યશસ્વી વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ ખેતી અને ખેડુતને સમૃધ્ધ કરવા માટે એક પછી એક ઉઠાવેલ કદમ છેવાડાનાં ગામડા સુધી પ્રસરીને તેની અનુભુતી રૂપ આ પરીણામ એ લોકોનો ભાજપની સરકારો ઉપરનો વિશ્વાસ અને કાર્યકર્તાઓની મહેનત ઉપરની શ્રધ્ધા તરીકે નિહાળી રહેલ છે. તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે.
Recent Comments