fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખેડુતોને બજારમાં જે મગફળીનો ૧૩૦૦ રૂપિયા ભાવ મળે છે તે સરકારે ૧૧૧૦માં ખરીદી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ૬ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે અને ૬૨૦૩ ખેડૂતે નોંધણી પણ કરાવી હતી પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૨૨૭ ખેડૂત જ મગફળી વેચવા આવતાં માત્ર ૪૭૭૪.૨ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ હતી. કેન્દ્રમાં રૂ. ૧૧૧૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે જ્યારે બહાર રૂ. ૧૧૦૦થી લઈને સારી મગફળીના રૂ. ૧૩૦૦ સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતો કેન્દ્રમાં મગફળી વેચવાનું ટાળી રહ્યા છે. આ વર્ષે જિલ્લામાં સતત વરસાદ પડવાનું ચાલુ જ રહ્યું હતું. મગફળી જ્યારે પાકવાની તૈયારીમાં હતી ત્યારે પણ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ કારણે મગફળી બગડી જવાની મોટી સમસ્યા છેખરીદ વેચાણ કેન્દ્ર ઉપર મગફળીનું વેચાણ કર્યા બાદ પૈસા સમયસર આવતા નથી. મહિનાઓ સુધી ખેડૂતોને પેમેન્ટ કરાતું નથી. તેથી બહાર મગફળી વેચવાનો આગ્રહ રાખે છે.જિલ્લાના ખેડૂતોના રજિસ્ટ્રેશન બાદ ચોટીલા અને થાન તાલુકા ભેગા કરી ચોટીલામાં ખરીદી, લખતર અને વઢવાણ તાલુકા ભેગા કરી વઢવાણ કેન્દ્રે ખરીદી, ચૂડા અને લીંબડી તાલુકા ભેગા કરી લીંબડીમાં ખરીદી જ્યારે સાયલા, ધ્રાંગધ્રા અને મૂળીનાં અલગ કેન્દ્ર પર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરે છે પરંતુ દર વર્ષે બજાર કરતાં ઓછા ભાવ અને પાક ખરીદવાના આકરા નિયમોને કારણે ખેડૂતો સરકારને પાક વેચવાનું ટાળે છે. આ વર્ષે પણ લાભ પાંચમે ખરીદીનું મુહૂર્ત સચવાયું હતું પરંતુ જિલ્લાના ખેડૂતોએ બહુ રસ દાખવ્યો નથી.

Follow Me:

Related Posts