ટેક્સટાઇલ સેક્ટરની પીએલઆઇ સ્કીમને કારણે હાઇ વેલ્યુ એમએમએફ ફેબ્રિક, ગારમેન્ટ્સ અને ટેકનિકલ ટેક્સટાઇલનું પ્રોડ્કશન વધારવામાં મદદ મળશે.ર્ આ સ્કીમને કારણે પાંચ વર્ષમાં ૧૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવશે અને ટેક્સટાઇલ સેક્ટરમાં ૭.૫ લાખ નોકરીઓનું સર્જન થશે. પેકેજને બે ભાગમાં રાખવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ભાગમાં ૧૦૦ કરોડ રૂપિયાનું પ્રોડ્કશન અને બીજા ભાગમાં ૩૦૦ કરોડ રૂપિયા સુધીનું પ્રોડ્કશન રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલના જણાવ્યા અનુસાર આ સ્કીમથી મુખ્યત્વે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા જેવા રાજ્યોને લાભ મળશે. ગોયલે જણાવ્યું હતું કે બિહાર જેવા રાજ્યો પણ આ સ્કીમથી લાભ ઉઠાવી શકે છે.
ભારત બ્રિટન, યુરોપિયન યુનિયન અને યુએઇ જેવા પશ્ચિમી દેશો સાથે પણ મુક્ત વેપાર સમજૂતી પર કાર્ય કરી રહ્યું છે. ટેક્સટાઇલનો સૌથી વધુ ઉપયોગ સંરક્ષણ અને આરોગ્ય સેક્ટર માટે કરવામાં આવે છે. કેબિનેટે બુધવારે ટેક્સટાઇલ સેક્ટર માટે ૧૦,૬૮૩ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ(પીએલઆઇ) સ્કીમની જાહેરાત કરી છે. ડોમેસ્ટિક મેન્યુફેકચકરિગ અને નિકાસ વધારવા માટે ટેક્સટાઇલ સેક્ટર માટે આ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે એક ક્વિન્ટલ ઘંઉનો ટેકાનો ભાવ ૪૦ રૂપિયા વધારીને ૨૦૧૫ રૂપિયા કર્યો છે. સરકાર જે ભાવે ખેડૂતો પાસેથી અનાજની ખરીદી કરે છે તેને ટેકાનો ભાવ કહેવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી રવી સીઝન ૨૦૨૨-૨૩ની માટે વિવિધ કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વૃદ્ધિ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ઘઉં, મસૂર ચણા સહિતના છ શિયાળુ કૃષિ પાકોના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ થી ૩૫થી ૪૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. એમએસપીમાં વૃદ્ધિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ પ્રધાન પિયૂષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે કેબિનેટે મેન મેઇડ ફાઇબર(એમએમએફ) એપરેલ, એમએમએફ ફેબ્રિક્સ સહિતના ટેક્સટાઇલ માટે ૧૦,૬૮૩ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨માં કુલ ૧૩ સેક્ટર માટે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટેક્સટાઇલ સેક્ટર પણ સામેલ હતું.



















Recent Comments