fbpx
અમરેલી

ખેડૂતમિત્રોએ ગુડ્ઝ કેરેજ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવી

રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને મદદ કરવા નવી યોજનાઓ અમલમાં મુકી છે તે પૈકી કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડુતોને નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં મુકી છે.

કિસાન પરીવહન યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એમપેનલ્ડ કરેલ મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહન (ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન) ખરીદવા માટે નાના/ સિમાંત/ મહિલા/ અનુ.જાતિ/ અનુ.જન જાતિના ખેડુતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય અન્ય ખેડુતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે i-khedut પોર્ટલ ઉપર તા. ૨૫/૧૨/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ખેડુતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ સાથે જરૂરી સાધનિક કાગળ જેમ કે ૭-૧ર/ ૮-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સહીત અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોચાડવાની રહેશે. યોજનાની વધુ વિગત i-khedut પોર્ટલ ઉપર જોઇ શકાશે અથવા વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરી સંપર્ક કરવો. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે

Follow Me:

Related Posts