રાજસ્થાનના મારવાડ મોટર્સ ધૌલપુરમાંથી લગભગ દોઢ વર્ષ પહેલા એક ખેડૂતે નવું મૈસી ટ્રેક્ટર લીધું હતું. જાેકે તેમાં વારંવાર ખરાબી આવી રહી હતી. અત્યાર સુધીમાં ટ્રેક્ટર ચાર વાર ખરાબ થઈ ગયું છે. ટ્રેક્ટરની ગેરંટી હોવા છતાં પણ મારવાડ મોટર્સ એજન્સીએ ખેડૂત યુવકને ટ્રેક્ટર રિપેર કરવાના બદલામાં પૈસા માગ્યા. હવે પાંચમી વાર ટ્રેક્ટરમાં ખરાબી આવી ગઈ, જેનાથી કંટાળીને યુવકે ટ્રેક્ટરને મારવાડ મોટર્સ એજન્સી ધોલપુરની બહાર ઊભું રાખીને તેમાં આગ લગાવી દીધી. આ ઘટનાથી એજન્સીમાં અફરાતફરી મચી ગઈ.
તાત્કાલિક એજન્સીના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી. પ્રાપ્ત વિગતો અનુસાર, જાેઈએ તો, જીતુ પુત્ર ભીકમ સિંહ ઠાકુર મુરાવલી કંચનપુર, જિલ્લા ધૌલપુરના ખેડૂત છે. તેમણે લગભગ દોઢ વર્ષ પહેલા ખેતીના કામ માટે મારવાડ મોટર્સ ધૌલપુર એજન્સીમાંથી નવું મૈસી ટ્રેક્ટર ખરીદ્યું હતું. સતત ટ્રેક્ટરમાં ખરાબી આવી રહી હતી. ક્યારેક ટ્રેક્ટરના ક્લચ પ્લેટમાં ખરાબી આવી જતી, તો ક્યારેક કાળો ધુમાડો નીકળવા લાગતો, તો ક્યારેક ટ્રેક્ટરના એન્જિનમાં ખરાબી આવી જતી. પીડિત જીતુએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર ચાર વાર ખરાબ થઈ ચૂક્યું છે. જાેકે આ ટ્રેક્ટરની ગેરંટી હોવા છતાં પણ મારવાડ મોટર્સ એજન્સીના કર્મચારીઓ તેને ઠીક કરવા માટે પૈસા માગી રહ્યા છે. હવે પાંચમી વાર ટ્રેક્ટરમાં ખરાબી આવી છે. કંટાળીને મેં એજન્સીની બહાર ટ્રેક્ટરને આગ લગાવી દીધી.” જીતુએ જણાવ્યું કે, “હું સતત ટ્રેક્ટરના ટાઈમસર હપ્તા ભરી રહ્યો છું. વારંવાર ટ્રેક્ટર ખરાબ થઈ રહ્યું છે, જેને ઠીક કરવા માટે દર વખતે પૈસા આપવા પડે છે. આટલા રૂપિયા હું દર વખતે ક્યાંથી લાવું, તેથી કંટાળીને ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી.”
Recent Comments