ગુજરાત

ખેડૂતે ગાંજાનું બે ખેતરમાં વાવેતર કર્યાની બાતમી મળતાં અરવલ્લી SOG નો દરોડો૧૦ કિલો ૭૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો

અરવલ્લી જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનુ વાવેતર ઝડપાયુ છે. અરવલ્લી સ્પેશિયલ ઓપરેશન ગૃપને બાતમી મળતા ટીમે મેઘરજના મોટી મોરી એટલે કે વાવ મેલાણા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં કલાસવા વિક્રમ નેમાભાઈએ પોતાના રહેણાંક મકાન આગળ જ ગાંજાના છોડનુ વાવેતર કર્યાનુ સામે આવ્યુ હતુ. આ ઉપરાંત વધુ તપાસ દરમિયાન ખેતરમાં પણ તેમણે ગાંજાના છોડનુ વાવેતર કર્યાનુ સામે આવ્યુ હતુ. પોલીસે એક બાદ એક ૪૧ જેટલા ગાંજાના છોડના વાવેતરને ઝડપી પાડ્યા હતા. આરોપી શખ્શે ભીંડાની ખેતી સાતે વચ્ચે ચાસમાં ગાંજાના છોડનુ વાવેતર કર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. ઉપરાંત મરચાનુ વાવેતર કરેલ ખેતરમાં પણ આ જ પ્રકારે રીતસર ખેતીના રુપ ચાસ પાડીને વાવણી કરેલ ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોતાની માલીકીના બે ખેતરમાં આ પ્રકારે વાવેતર કર્યાનુ સામે આવતા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘરમાં પણ તલાશી લેતા ઘરમાં સુકવવા સારુ રાખેલ ગાંજાના છોડના પાન મળી આવ્યા હતા. આમ કુલ મળીને ૧૦ કિલો ૭૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રુપિયા ૧ લાખની મત્તાનો ઝડપી લઈને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ વિક્રમ કલાસવા સામે કાર્યવાહી કરી હતી.

Related Posts