fbpx
બોલિવૂડ

ખેડૂતોના ભારત બંધ પર કંગનાનો વાર, કહ્યું દેશભક્તોને કહો પોતાના માટે દેશનો એક ટુકડો તમે પણ માગી લો

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ નિયમ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે (૮ ડિસેમ્બરે) ભારત બંધ કર્યું છે. આને લઈને એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની વાત રજૂ કરી આડે હાથ લીધા છે. તેણે સોશિયલ મીડિયા યુઝરના તે વીડિયોને રી-પોસ્ટ કર્યો છે, જેમાં સદગુરુ જગ્ગી વાસુદેવ વિરોધ પ્રદર્શન વિશે વાત કરી રહ્યા છે.
એક્ટ્રેસે કેપ્શનમાં એક કવિતા લખી છે, જેમાં તે કરન્ટ સ્થિતિને જાેઈને દેશભક્તોને પણ પોતાના દેશનો એક ટુકડો માગી લેવાની સલાહ આપી રહી છે. વીડિયોમાં સદગુરુ જણાવે છે કે પ્રદર્શન ઘણી ગંભીર સમસ્યા બની ગઈ છે. તેમના મુજબ, જ્યારે તમે દેશ માટે કંઈક કરવા ઈચ્છો છો તો લોકો તમને અટકાવવાની ટ્રાય કરે છે.
તેમણે કહ્યું કે બંધ, હડતાલ, સત્યાગ્રહ આઝાદી પહેલાં થયેલ ગતિવિધીઓથી આવ્યા છે, જે મહાત્મા ગાંધીએ અંગ્રેજાે વિરુદ્ધ કરી હતી. સદગુરુ વીડિયોમાં કહી રહ્યા છે કે જાે કોઈ રાજનેતા બનવા ઈચ્છે છે તો તેને રોડ કે ડેમ બનાવવાની જરૂર નથી. તેને બસ ૧૦૦ પ્રશંસકો સાથે હાઇવે બ્લોક કરવાનો હોય છે. બીજાની લાઈફમાં નાકમાં દમ કરી દેવાનો હોય છે. ટ્રેન અટકાવીને, રોડ બંધ કરીને, વીજળી કટ કરીને અને પાણીની સપ્લાય બંધ કરીને લોકો નેતા બની જાય છે.

Follow Me:

Related Posts