ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી સાથે દિલ્હી નજીક ગાઝીપુર, શાહજહાંપુર, ટીકરી અને સિંઘુ સરહદે ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન નબળું પડવા લાગ્યું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનની સફળતા અંગે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે દિલ્હીની સરહદે આંદોલન સ્થળો પર ખેડૂતોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આવા સમયે ખેડૂત નેતાઓ ધિરજ ગુમાવી રહ્યા છે. ખેડૂત આંદોલનનો પ્રમુખ ચહેરો બની ગયેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોની માગણી દિલ્હી એમ જ નહીં માને, તેના માટે લડાઈ લડવી પડશે. ચઢાઈ વિના દિલ્હી નહીં માને. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોની માગણી દિલ્હી એમ જ નહીં માને.
તેના માટે લડાઈ લડવી પડશે. ચઢાઈ કર્યા વિના દિલ્હી નહીં માને. કિલ્લાઓ લડાઈ લડીને જ જીતવામાં આવ્યા છે. આપણે હાથ જાેડતા રહીશું તો લુંટારા નહીં માને. ટિકૈતે ખેડૂતોને બેરીકેડિંગ તોડવા માટે તૈયાર રહેવા પણ કહ્યું હતું. બીજીબાજુ સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓ આંદોલન સ્થળે આંદોલનકારી ખેડૂતોની ઘટતી સંખ્યાથી ચિંતિત છે. સૂત્રો મુજબ યુપી ગેટ પર ખેડૂતોની સંખ્યા ઘટીને ૨૦૦થી પણ નીચે આવી ગઈ છે. રાકેશ ટિકૈતે ખેડૂતોની ઘટતી સંખ્યા અંગે કશું કહ્યું નથી, પરંતુ તેમના ચહેરા પર નિરાશાના ભાવ સ્પષ્ટપણે જાેવા મળે છે.
યુપી ગેટ પર ૨૮મી નવેમ્બરે ધરણાં-દેખાવો શરૃ થયા ત્યારે હજારો યુવાનો હાજર હતા. મંચ પર અને ધરણાં સ્થળ પર મોટી સંખ્યામાં યુવાનો હતા. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ ગૌરવ ટિકૈત પણ અનેક વખત અહીં પહોંચીને દેખાવકારોમાં જુસ્સો ભરતા હતા. ત્રણ મહિના પછી સ્થિતિ એ છે કે દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીની હિંસા પછી યુવાન ખેડૂતો ધરણાં સ્થળ છોડીને જતા રહ્યા છે.
Recent Comments