ખેડૂતોની હત્યા બદલ જનતા ભાજપને પાઠ ભણાવશે: પવાર
શિવસેના નેતા સંજય રાવતે પ્રિયંકા ગાંધીની ધરપકડ અને ખેડૂતોની હત્યાની ટીકા કરી હતી. તેમણે વિપક્ષને અપીલ કરી હતી કે તે આ ઘટના અને પ્રિયંકાની ધરપકડના વિરોધમાં એક થાય. રાવતે ટિ્વટ કરીને કહ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે.
પ્રિયંકાની યુપી સરકારે ધરપકડ કરી લીધી છે. વિપક્ષના નેતાઓને સૃથળ પર જતા અટકાવાય છે. યુપી સરકાર સામે વિપક્ષે એક થવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના નેતા ચિદંબરમે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની અટકાયત અને પછી ધરપકડ બન્ને ગેરકાયદે છે. જે પુરવાર કરે છે કે ઉત્તર પ્રદેશમા ંકાયદાનું શાસન નથી.એનસીપી સુપ્રીમો શરદ પવાર સહિતના વિપક્ષે લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાની ઘટનાની ટીકા કરી હતી.
પવારે કહ્યું હતું કે આ હત્યાકાંડનો જવાબ મળશે અને ભાજપે ઘણુ ભોગવવું પડશે. પુરો વિપક્ષ ખેડૂતોની સાથે છે. પવારે કહ્યું હતું કે કેન્દ્ર હોય કે રાજ્યની ભાજપની સરકાર હોય, તેઓ સંવેદનશીલ નથી. જલીયાવાલા બાગમાં જે પ્રકારની પરિસિૃથતિ હતી તેવી જ સિૃથતિનું નિર્માણ ઉત્તર પ્રદેશમાં થયું છે. આજે કે કાલે તેઓએ આ હત્યા બદલ ભોગવવું પડશે. પુરો વિપક્ષ ખેડૂતોની સાથે છે અને આગામી પગલા લેવા અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવાશે.
Recent Comments