અમરેલી

ખેડૂતોને ટ્રોલીની ખરીદીમાં સબસીડી આપવામાં આવે તે બાબતે કૃષિ મંત્રીને રજૂઆત કરતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયા

ખેડૂતપુત્ર અને અમરેલી ધારાસભ્ય/ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ ગુજરાત રાજ્યના ખેડૂતો સરળતાથી ખેતી કરી શકે અને ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર ખેડૂતોને પોતાનું ટ્રેક્ટર ખરીદવા માટે સબસીડી આપે છે. અને આ યોજનાનો લાભ રાજ્યના હજારો ખેડૂતો લઇ રહ્યા છે. જે ખૂબજ સરાહનીય બાબત છે.

ખેડૂતો દ્વારા થતી ટ્રોલીની ખરીદીમાં પણ ટ્રેકટરની જેમ સબસીડી આપવામાં આવે તે બાબતે રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલને લેખિત રજૂઆત કરી આગામી બજેટ સત્રમાં ટ્રોલીની ખરીદીમાં પણ સબસીડી આપવામાં આવે તેવો ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય કરવા જણાવ્યું હતું.

Related Posts