ખેડૂતોને પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવા તંત્ર દ્વારા અનુરોધ
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, તા.૨૩ માર્ચ, ૨૦૨૩ થી આગામી તા.૨૭ માર્ચ, ૨૦૨૩ સુધી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. વાદળ છાયાં વાતાવરણમાં ખેડૂતો મોટેભાગે પોતાના પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેતાં જ હોય છે. તેમ છતાં ખેડૂતોએ તૈયાર પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક, પાકને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવાં અને તૈયાર પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા તકેદારી લેવી ઉપરાંત જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો. આ ઉપરાંત એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે આવતી કૃષિ પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments