ખેડૂતોને માવઠાથી થયેલ નુકસાનનો તત્કાળ સર્વે કરાવી સહાય ચૂકવો :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
ગુજરાતમાં જયારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ ખેડૂતોની કઠણાઈ બેસી ગઈ છે, ગુજરાતનો ખેડૂત દિન પ્રતિદિન દેવાના બોજ તળે ડૂબતો જાય છે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે અને ખર્ચા ડબલ થઈ ગયા છે, આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતો જગતનો તાત સારા વર્ષની આશાએ પોતાનુ સમગ્ર જીવન પસાર કરી દેતો હોય છે, ચાલુ વર્ષે શરૂઆતમાં ખેડૂતોનો પાક ફૂલો ફાલ્યો હતો
પરંતુ ચોમાસામાં સતત એક મહિના કરતાં વધુ સમય સુધી અવિરત વરસાદ પડતા ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ નિવડ્યો હતો પરિણામે સારા ઉત્પાદનની આશાઓ ભ્રામક સાબિત થઈ હતી, અને થોડો ઘણો પાક બચ્યો હતો તેમાંથી ખર્ચાઓ નીકળે તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું, પરંતુ શિયાળામાં થયેલ માવઠારૂપી કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ઉભા પાકનો દાટ વળી ગયો છે, પરિણામે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે અને ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ રહ્યો છે, આવી વિકટ પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે ગુજરાત સરકાર માવઠાથી થયેલ ખેડૂતોને નુકસાનીનો તત્કાળ સર્વે કરી તેની સહાય ચૂકવવા માટે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ માંગ કરી છે.
Recent Comments