લગભગ બે મહિનાથી ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. દરેક વખતે પોતાનો અભિપ્રાય આપતુ બોલિવૂડ કેમ બાકાત રહે આ વખતે બોલિવૂડના ઘણા સેલેબ્સ કેટલાક ફિલ્મ સ્ટાર્સ ખેડૂતોને ટેકો આપી રહ્યા છે, જ્યારે કેટલાક સરકારના સમર્થનમાં છે.
વિદેશી સેલેબ્સે પણ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો, જાે કે ભારતની વાતમાં કૂદી પડેલા વિદેશી સેલેબ્સને જાેઇને કેટલાક દિગ્ગજાે ભડક્યા છે. તેઓનુ માનવુ છે કે આ ભારતનો મામલો છે તેમાં વિદેશી લોકોએ પડવાની કોઇ જરૂર નથી.
પોતાની વાતને ચુસ્ત રીતે રજૂ કરનાર મુકેશ ખન્ના(શક્તિમાન) આ વખતે ચુપ બેસી શક્યા નથી. તેમણે વીડિયો શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ વીડિયોમાં તેણે વિદેશી સેલેબ્સ પર કટાક્ષ કર્યો છે. તેઓ કહે છે કે તે લોકો આપણા દેશના મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છીએ, જેના વિશે તેમને કોઇ જાણકારી જ નથી.
વીડિયોમાં કલાકાર સ્પષ્ટ કહી રહ્યા છે કે ખેડૂત આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને હવે તો વિદેશી સેલેબ્સ પણ મસાલા ઉમેરીને ઉકસાવી રહ્યા છે. કોઇ કહી રહ્યુ છે કે સરકાર સાંભળી રહી નથી દુનિયા જાેઇ રહી છે હું પુછી રહ્યો છુ કે કઇ દુનિયા? પોપ કલ્ચરની દુનિયા કે એડલ્ટ ફિલ્મોની દુનિયા. પોપ સ્ટાર રિહાના, પૂર્વ એડલ્ટ સ્ટારમિયા ખલીફા અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતર્યા છે.
Recent Comments