ખેડૂતોનો સરકારને તીખો સવાલ ‘અત્યાર સુધી ૧૨૮ના મોત, હજુ કેટલા બલિદાનો જાેઈએ ?’
છેલ્લા ૭૮ કરતા પણ વધારે દિવસોથી દિલ્હીની સરહદો પર અડીખમ ખેડૂત સંગઠનોએ રોટીને તિજાેરીની વસ્તુ નહીં બનવા દઈએ અને ભૂખનો કારોબાર પણ નહીં થવા દઈએ તે અર્થનું નિવેદન આપ્યું હતું. ખેડૂત નેતાઓએ આ સરકાર ખેડૂત વિરોધી અને કોર્પોરેટર્સના હકમાં હોવાનો આરોપ લગાવ્યો હતો. પહેલા મોટા મોટા ગોદામો બનાવવામાં આવ્યા અને પછી કાયદો લાવવામાં આવ્યો તે પણ સરકારનો ઈરાદો સ્પષ્ટ કરે છે.
સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું કે, “સરકારે સંસદમાં જવાબ આપ્યો કે ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની વિચારણા નથી ચાલી રહી. ગુરૂવારે સંસદમાં જ્યારે ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી હતી ત્યારે ભાજપ અને સહયોગી દળોના સાંસદોએ અસંવેદનશીલતા દાખવી હતી. આ ઘટનાની નિંદા કરતા સંયુક્ત કિસાન મોરચાએ અત્યાર સુધીમાં ૨૨૮ ખેડૂતોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.
સાથે જ સરકારને હજુ કેટલા ખેડૂતોનું બલિદાન જાેઈએ છે તેવો સવાલ પણ કર્યો હતો. સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન યુથ ફોર સ્વરાજ દ્વારા મજૂર નેતા નવદીપ કૌરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. સાથે જ સદસ્યોએ આ માંગના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું.
Recent Comments