fbpx
અમરેલી

ખેડૂતો અને ગામ લોકોના હીતમાં ધાતરવડી ડેમ–ર માંથી પાંચ ચેકડેમો ભરવામાં આવશે

સાંસદએ અગાઉ જાન્યુઆરી, ર૦ર૧ એ ધાતરવડી–૧ માંથી પાણી છોડાવેલ હતુ.

ધાતરવડી–ર માંથી ડાઉનસ્ટ્રીમમાં આવતા પાંચ ચેકડેમો ભરવામાં આવશે

રાજુલા–જાફરાબાદ પંથકના હીંડોરણા, વડ, ભચાદયર, ઉચૈયા, ધારોનોનેસ, રામપરા અને લોઠપુર ગામના સરપંચશ્રીઓની માંગણી અન્વયે સાંસદ નારણભાઈ કાછડીયા
દ્વારા સરકારશ્રીમાં અને સિંચાઈ વિભાગમાં કરવામાં આવેલ અસરકારક રજૂઆતોના પરિણામે સિંચાઈ વિભાગ તરફથી તા. પ એપ્રીલ, ર૦ર૧ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ધાતરવડી–ર ડેમ માંથી પાણી છોડવાનો નિણૅય કરવામાં આવેલ છે. ધાતરવડી–ર માંથી ડાઉનસ્ટ્રીમમાં આવેલ પાંચ ચેકડેમો ભરવામાં આવશે અને જેનાથી હીંડોરણા, વડ, ભચાદર, ઉચૈગા, ધારોનોનેસ, રામપરા અને લોઠપુર સહીતના ગામોના લોકો/ખેડૂતોને ફાયદો થશે તથા તળ સાજા થશે અને અંદાજિત ૩૦૦ હેકટર જમીન ઉપર પિયતનો ફાયદો થશે. અગાઉ પણ સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ શિયાળુ પાક માટે ધાતરવડી–૧ માંથી
કેનાલ મારફતે પાણી છોડવા રજૂઆત કરેલ હતી અને તે અન્વયે ગત તા. ૬બ્?ઉસ
જાન્યુઆરી થી હજુ પણ કેનાલ મારફતે પાણી છોડવામાં આવી રહયુ છે. જેના લીધે
૧૦૦૦ હેકટર જેટલી જમીનમાં પાણીનો લાભ મળી રહયો છે.

Follow Me:

Related Posts