લાઠી તાલુકાના શાખપુર નાના રાજકોટ પાંચ તલાવડા અને પાડરશીંગા અને નાના કણકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત ૨૦ થી ૨૫ દિવસ વરસાદના કારણે ખેડૂતો ના ખેતરમાં ઉભા પાકની અંદર ભારે નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ વખત બિયારણ ફેલ ગયેલ અને હાલ જે નાના નાના કપાસના વાવેતરમાં કપાસ બળવાના અને ખેડૂતોને ખેતરમાં કામ ન થતા હોવાના હિસાબે ભારે નુકસાની થઈ રહી છે અને અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હોવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ગઈ સાલના કપાસ જે પડ્યા છે તેનો ભાવ ન મળતો હોય તેમાં પણ મોંઘા ખાતર અને બિયારણ અને મોંઘી મજૂરી ના કારણે ખેડૂતોને સરવાળો નહીં મળતો હોવાની વ્યાપક ઉઠી રહી છે હાલ ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિ લીલો દુષ્કાળ જાહેર થાય અને ખેડૂતોને લાઠી તાલુકામાં રાહત આપવામાં આવે તેવી માંગણી શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે ખેડૂતોને ગયા વર્ષના કપાસના ભાવ નથી આવતા અને ચાલુ વર્ષે ખેતરમાં કપાસ ઉભો છે તેમાં દમ નથી ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો
ખેડૂતો ના ખેતરમાં ઉભા પાકની અંદર ભારે નુકસાન બે ત્રણ વખત બિયારણ ફેલ ખેડૂતો માટે સરકાર અતિ વૃષ્ટિ નું સર્વે કરાવી મદદ કરે તેવી લાઠી લીલીયા તાલુકા ના ખેડૂતો ની માંગ

Recent Comments