fbpx
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનના સમર્થન મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સચિન, લતા, કોહલી સહિતના સ્ટાર્સે કરેલ ટિ્‌વટની કરશે તપાસ

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી સહિતના સ્ટાર્સ દ્વારા કરવામાં આવેલી ટિ્‌વટની તપાસ કરવામાં આવશે. ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટિ્‌વટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા ટિ્‌વટ કરવામાં આવી હતી.

આ ટિ્‌વટ્‌સ બાદ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે, રિહાનાના ટિ્‌વટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ સહિતના સ્ટાર્સે જે ટિ્‌વટ કર્યું હતું તેમાં કેટલાક શબ્દો કોમન છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ અનિલ દેશમુખને કહ્યું હતું કે, સુનીલ શેટ્ટીએ તો પોતાના ટિ્‌વટમાં મુંબઇ ભાજપના નેતા હિતેશ જૈનને પણ ટેગ કર્યા હતા. સાયના નહેવાલ અને અક્ષય કુમારનું ટિ્‌વટ બિલકુલ સરખું છે. આ બધી ટિ્‌વટ્‌સ જાેઇને લાગે છે કે, ભાજપ સરકારના દબાણમાં આ સ્ટાર્સે ટિ્‌વટ કર્યા હશે. મહારાષ્ટ્ર સરકાર આ સંદર્ભે તપાસ કરે.

જે બાદ અનિલ દેશમુખે કહ્યું કે, રિહાનાના ટિ્‌વટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી સહિત અન્ય સ્ટાર્સે જે ટિ્‌વટ કર્યા છે, તેની પેટર્ન છે, કેટલાક શબ્દો કોમન છે. ખાસ કરીને સાયના અને અક્ષયનું ટિ્‌વટ સરખું છે. આ બધી ટિ્‌વટનું ટાઇમિંગ પણ સવાલ ઉભા કરે છે. આથી આની તપાસ કરવામાં આવશે. રાજ્ય ઇન્ટલિજન્સ વિભાગ આની તપાસ કરશે.

Follow Me:

Related Posts