fbpx
બોલિવૂડ

ખેડૂત આંદોલનને લઇ વિદેશી સેલેબ્સનું ટ્‌વીટઃ અક્ષયે દેખાડ્યો અરિસો

ખેડૂત આંદોલનને લઇ જ્યારથી પૉપ સિંગર રિહાનાએ ટ્‌વીટ કર્યું છે, આખી દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર આવી ગઇ છે. આલમ તો એ છે કે, જેને આ ખેડૂત આંદોલન સાથે કોઇ લેવાદેવા નથી તે પણ આ વિશે કોમેન્ટ કરે છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઇ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું નામ આવે છે. ત્યારે બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે આ તમામ સેલેબ્સને અરિસો દેખાડવાનું કામ કર્યું છે. અભિનેતાએ વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનને સમર્થન આપતા કહ્યું- ખેડૂતો આપણા દેશનું વિભિન્ન અંગ છે. તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોનું સમર્થન કરવું જાેઇએ. જે લોકો અંતર વધારવાની કોશિશ કરી રહ્યા છે, તેમના પર ધ્યાન આપવું જાેઇએ નહીં. ઈંઇન્ડિયાટુગેધર ઈંઇન્ડિયાઅગેન્સ્ટપ્રોપગેંડા.

હવે અક્ષય કુમારે જે હૈશટેગનો ઉપયોગ કર્યો છે તેને જાેઇ સાફ સમજી શકાય છે કે તે પણ આ પ્રકારના નિવેદનોથી નારાજ છે. તેણે વિદેશ મંત્રાલયના તે નિવેદનનું ખુલીને સમર્થન કર્યું છે જેમા ખુલીને કહેવામાં આવ્યું છે કે ભારત પોતાના આંકરીક મામલામાં બહારના લોકોના એજન્ડાને ચાલવા દેશે નહીં. ત્યાં જ મંત્રાલય તરફથી તેના સેલેબ્સને સાફ સંદેશ આપવામાં આવ્યો છે કે, આ સંવેદનશીલ મુદ્દે સતત નિવેદનો આપે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું છે- આવી સ્થિતિમાં કોઇ પણ સેલિબ્રિટી દ્વારા સંવેદનશીલ ટ્‌વીટ કરવું અથવા હૈશટેગ ચલાવવું જવાબદારીભર્યું પગલું નથી.

ત્યાં જ આ આંદોલનને એક આંતરિક મામલો જણાવતા એવું પણ કહેવામાં આવ્યું છે કે બીજા દેશની ટીકા-ટિપ્પણી શાંખી લેવામાં આવશે નહીં. અક્ષય કુમારની સાથે અજય દેવગણ અને સુનીલ શેટ્ટીએ પણ આ મુદ્દે ટ્‌વીટ કર્યું છે. બંન્ને દિગ્ગજ અભિનેતાઓએ એક્તાનો સંદેશ આપતા સ્પષ્ટ કરી દીધુ છે કે, બહારના કોઇ પ્રપોગોન્ડાના પ્રભાવમાં આવવું નહીં. ત્યાં જ એવું પણ કહ્યું છે કે, અડધુ સત્ય હંમેશા ખતરનાક હોય છે.

Follow Me:

Related Posts