fbpx
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનને લઈને પ્રિયંકા ચોપરાના મૌન પર મિયા ખલિફાએ ઉઠાવ્યા સવાલ

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના મૌન પર એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલિફાએ નારાજગી વ્યક્ત કરી છે. તેણે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રિયંકાને ટોણો મારતા લખ્યું છે, ‘શું મિસિસ જાેનસ કઈ બોલવાની છે? હું ઉત્સુક છું. આ મને એવું જ લાગી રહ્યું છે, જેવું બેરૂત વિનાશ દરમ્યાન શકીરાને જાેઈને લાગી રહ્યું હતું. મૌન.
ઓગસ્ટ ૨૦૨૦માં લેબનાનની રાજધાની બેરૂતના પોર્ટ પર મોટો ધમાકો થયો હતો જેમાં ૧૮૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૬૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે મ્યુઝિશિયન શકીરાએ લેબનાન આધારિત ફેશન ડિઝાઈનર જુહૈર મુરાદ સાથે મળીને વિસ્ફોટ પીડિત લોકો માટે ફંડ એકઠું કરવાની જાહેરાત કરી હતી. મિયા ખલિફાએ તે સમયે શકીરાનું સૌથી ઓછું યોગદાન ગણાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શકીરાએ વધારે મદદ કરવી જાેઈએ, કારણકે તેના પૂર્વજાે લેબનાનના જ હતા.

બે મહિના પહેલાં પ્રિયંકા ચોપરાએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું, ‘આપણા ખેડૂત ભારતના ભોજન સૈનિક છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર યોગ્ય પુરવાર થવાની જરૂર છે. પૂરું લોકતંત્ર હોવાને કારણે જરૂરી છે કે આપણે બને એટલું જલ્દી આ સમસ્યાને પૂરી કરીએ. પ્રિયંકાએ દિલજિત દોસાંજની એક પોસ્ટને રી-પોસ્ટ કરતા આ લખ્યું હતું.

Follow Me:

Related Posts