ખેડૂત આંદોલન વચ્ચે મિયા ખલીફાના ટ્વીટ સૌથી મોટા અંદોલન માટે માણસો પૈસાથી ઉભા કરાયા એવું કોઈ કઈ રીતે કહી શકે
ખેડૂત આંદોલનને લઈને અમેરિકન એક્ટ્રેસ મિયા ખલીફા સતત એક્ટિવ જાેવા મળી રહી છે. તેણીએ ખેડૂત આંદોલનને ટ્વીટ કરી સતત સમર્થન આપી રહી છે સાથે જ ટ્રોલ કરનારા લોકોને પણ જવાબ આપી રહી છે ત્યારે આજે તેના વધુ એક ટ્વીટ દ્વારા વિવાદ છંછેડાયો હતો.
તાજેતરમાં જ મિયા ખલીફાએ ખેડૂત આંદોલન અને ભારતને લઈને ટ્વીટ કર્યું હતું, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, પોતાના ટ્વીટમાં મિયા ખલીફાએ કહ્યું કે, કોઇ કેવી રીતે ઇતિહાસના આટલા મોટા આંદોલનને લઈને દાવો કરી શકે છે કે તમામ પૈસા દઈને ઉભા કરાયેલા લોકો છે. જાે કે, તેનું આ ટ્વીટ ગણતરીના મિનિટોમાં જ ખૂબ જ વાયરલ થયું હતું અને લોકોએ નીંદા પણ કરી હતી.
ખેડૂત આંદોલન પર ટ્વીટ કરતા મિયા ખલીફા લખ્યું કે, મેં એવું મહેસૂસ કર્યું છે કે, આપણા માટે આ વાત સમજવી મુશ્કેલ છએ કે, કોઇ ઇતિહાસના સૌથી મોટા આંદોલનને લઈને દાવો કરી શકે કે તે પૈસા આપીને ઉભું કરાયે છે. પરંતુ ભારતમાં ૧૦૦ કરોડથી વધુ લોકો છે અને આપણે તેમને શોધી નહીં શકીએ. આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ મિયા ખલીફાએ ખેડૂતોને લઈને ટ્વીટ કર્યા હતા. ગઇકાલે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પ્રિયંકા ચોપડાને લઈને ટ્વીટ કર્યું હતું અને ખેડૂત આંદોલન પર ચૂપકીને લઈને સવાલો કર્યા હતા.
Recent Comments