ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દેશભરમાં ફરી ખેડૂત આંદોલન કરવાની ધમકી આપી
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત અવાર નવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પોતાનું નિવેદન આપતા રહે છે. રાકેશ ટિકૈતે ધમકી આપી છે કે દેશભરમાં ખેડૂતોનું આંદોલન ફરી કરવામાં આવશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા કેન્દ્ર સરકાર પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવતા લખવામાં આવયુ કે કેન્દ્ર સરકાર એમએસપી પર કમિટીની રચનાના નામ પર છેતરપિંડી કરી રહી છે. એસકેએમ ત્રણ નામ લઇને કમિટીનુ સ્વરૂપ અને યોજના પણ જણાવવા નથી માંગતી, તેમણે આગળ ધમકી ભરેલા અંદાજમાં લખ્યુ કે આ છેતરપિંડીનો જવાબ ફરી દેશભરમાં ખેડૂતનું આંદોલન કરીને આપવામાં આવશે.
સોશિયલ મીડિયા યૂઝર્સે શું કહ્યુ
રાકેશ ટિકૈતની ધમકી પર કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના સમર્થનમાં કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમણે ખરાબ કહી રહ્યા છે. રજનીશ નામના એક યૂઝર્સે કોમેન્ટ કરતા કહ્યુ કે- તમને લાગે છે કે ફરી એક વખત દેશના લોકો આ કથિત ખેડૂત આંદોલનનો સહયોગ કરશે. મૂરખ કોઇ બીજાને સમજજો, આ વખતે ફંડિગ ક્યાથી થઇ રહી છે? રાકેશ ટિકૈતની આગેવાનીમાં દિલ્હીની સરહદો પર ગત વર્ષે ખેડૂત આંદોલન આઠ મહિના સુધી ચાલ્યુ હતુ.
Recent Comments