અમરેલી

ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક ન મૂકવા પાાલીતાણા  શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા અનુરોધ

દેશના ગૌરવસમા એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે. રાજ્ય સરકારની વન્યજીવ સંરક્ષણ માટેની કટિબદ્ધતાસ્થાનિક લોકોના સહયોગ અને વન વિભાગના સુચારુ વન્યજીવ વ્યવસ્થાપનથી વન્ય પ્રાણીઓની વસ્તીમાં ઉત્તરોતર વધારો નોંધાયો છે. વર્ષ-૨૦૧૫ની ગણતરી મુજબ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનગીર અભ્યારણ્યમિતિયાળા અભ્યારણ્ય અને પાણીયા અભ્યારણ્યમાં ૩૨૩ગીરનારદરિયાકાંઠાના વિસ્તારઅમરેલીભાવનગર જિલ્લાના મહેસૂલી અને વન વિસ્તારોમાં આશરે ૨૦૦ જેટલા સિંહો નોંધાયા છે. એશિયાઈ સિંહોના સંરક્ષણમાં સ્થાનિક રહીશોએ ઘણું યોગદાન આપ્યું છે. સ્થાનિકોના સતત સહકારથી માનવ અને વન્ય પ્રાણીઓનું સહ અસ્તિત્વ ટકી રહ્યું છે. ભાવનગરઅમરેલી જિલ્લાના ખેડૂત ભાઈઓમાલધારીઓ અને ખેતી કરતા અન્ય તમામને શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પાક રક્ષણ માટે જાણતા કે અજાણતા ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક મૂકવામાં આવે છેજે વન્ય પ્રાણીઓમાલઢોરમાણસો માટે જોખમી છે. આવું કૃત્ય કરનાર સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ દંડ અને સજાની જોગવાઈ છે. આથીખેતર ફરતે ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક  શોક ન મૂકવા અને વન્યપ્રાણી સંરક્ષણ માટેના પ્રયત્નોમાં સહભાગી બનવા પાલીતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રીએ એક અખબારી યાદીમાં નમ્ર આપીલ કરી છે. 

Related Posts