અમરેલી

ખેતીપ્રધાન દેશમાં કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જ ભારતના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ – મહેશ કસવાલા

દેશને નવી ઊંચાઈએ લઈ જવાના મોદી 3 સરકારના ધ્યેય સાર્થક કરવા કૃષિ અને ઇન્ફ્રાસ્ટકચર સાથે નવા રોજગાર માટે બે લાખ કરોડનું પેકેજ ભારતની અર્થવ્યસ્થા દુનિયામાં ચમકી, પાકૃતિક ખેતી સાથે 1 કરોડ ખેડુતો જોડાયા જે દેશની નવી આશાઓનો સંચાર મોદી સરકારે સાર્થક કરી બતાવ્યો છે ત્યારે રોજગાર વધારવા પર ભાર મૂકીને કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે  જ્યારે ખેડુતોને જમીનની જાણકારી ડિઝીટાઇઝ થશે. ડિઝીટલ ઇન્ફાસ્ટ્રર પર જોર અપાશે ને કામના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર જોર કૌશલ પ્રશિક્ષણ માટે જોર મુકાસે. સરકાર સૌના સાથ સૌના વિકાસ માટે પ્રતિબધ્ધ હોય ત્યારે મેન્યુફેકરીગ સેકટર પર ખાસ ફોક્સ મહિલાઓને નોકરીઓમાં નવી તકો અપાશે પી.એમ. યોજના હેઠળ 15000 રૂપિયા મળશે ત્રણ ફેઝમાં પીએમ યોજનાનો મળશે જેનાથી 1 કરોડ ખેડુતો માટે નેચરલ ફાર્મિગનો લાભ થશે.

કૃષિ ઉત્પાદન પહેલી પ્રાથમિકતા આપવામાં આવી છે ને બિહારમાં નવા ત્રણ એક્સપ્રેસ બનશે રોજગાર કૌશલ અને MSME પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે તો મહિલા હોસ્ટેલની સ્થાપના કરાશે. પાંચ રાજયોમાં જનસમર્થન ક્રેડિટ કાર્ડ શિશુ ગૃહોની સ્થાપના કરવામાં આવશે, પટણા-પુર્ણિયા એક્સપ્રેસ વે બનશે. બિહાર અને આધ્રપ્રદેશ માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે ને બિહારમાં નવી મેડિકલ કોલેજ અને એરપોર્ટ બનાવવા માટે બજેટમાં સ્પેશ્યલ ફાળવણી કરવામાં આવી છે ત્યારે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ બજેટની સૌથી મોટી વાતો પર જણાવ્યું હતુ કે ભારત દેશ 2047 ના ધ્યેય સાથે જેટ ગતિએ આગળ વધી રહ્યો હોય ને ભારત દેશ વિશ્વ સત્તા બનવા તરફની મોદી સરકારની કૂચ સાથેના બજેટમાં દેશમાં પરમાણુ યોજનાને પ્રોત્સાહન અપાશે, સિંચાઇ યોજના માટે 11 હજાર 500 કરોડની જોગવાઇ, હિંદુ,બૌધ્ધ, જૈન તિર્થ સ્થળોનો વિકાસ કરાશે.

અનેક શહેરોમા 100 સ્ટ્રીટ માર્કેટ બનશે.ભારતમાં વેશ્વિક પ્રવાસને વિકસાવાશે નાલંદાને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવાશે, એક હજાર ITIને અપગ્રેડ કરવામાં આવશે. પીએમ ગ્રામસડક યોજના ચોથા તબક્કાનો પ્રારંભ 25 હજાર ગામડાઓ સુધી નવા રસ્તા બનાવશે, મફત વીજળી માટે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ, PM સૂર્યઘર યોજના માટે 2.8 કરોડ રજીસ્ટ્રેશન PM આવાસ યોજનાના 3 કરોડ આવાસ બનશે, ઉચ્ચ શિક્ષણ માટે લોનની યોજના, કોઇ પણ ગરીબ પાકા મકાન વીના નહી રહે તો શહેરી વિસ્તારમાં એક કરોડ ઘર બનાવાશે, 30 લાખથી વધુ વસ્તીવાળા 14 શહેરો માટે યોજના, શહેરી ગરીબોને 2.2 લાખ કરોડની સહાય, 1 કરોડ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપનો કાર્યક્રમ ઇન્ટર્નશિપનો નવો કાર્યક્રમ જાહેર કરાશે,  ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ, વિદ્યાર્થીઓને 3 ટકા વ્યાજપર લોન, પ્રથમ વાર નોકરી મેળવનારને 15 હજાર, મુદ્રા લોનમાં હવે 20 લાખ સહાય, દેશમાં 12 નવા ઇન્ડ્રશ્ટ્રીયલ પાર્ક બનશે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાલાએ વિકાસલક્ષી બજેટને આવકાર્યું છે તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts