રાજ્ય સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેતીવાડી ખાતાની સ્માર્ટ હેન્ડ ટુલ કીટ્સ યોજના તેમજ વિવિધ યોજનાના વિવિધ ઘટકોનો લાભ લેવા માટે iKhedut પોર્ટલ ઉપર તા. ૩૦/૦૩/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતમિત્રોએ i-khedut પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિન્ટ લઇ તેમાં પોતાની સહી કરવાની રહેશે. અરજીની સાથે જરૂરી સાધનિક કાગળો જેમ કે ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર, તલાટીનો દાખલો અથવા શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર ઓળખ કાર્ડની નકલ, સ્માર્ટ હેન્ડ ટુલ્સ પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી, આધાર સાથે અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોચાડવાની રહેશે. આ યોજનાની વધુ વિગત i-khedut પોર્ટલ ઉપર જોઇ શકાશે અથવા વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરી સંપર્ક કરવો. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતો આ યોજનાઓનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે
ખેતીલક્ષી યોજનાઓનો લાભ લેવા iKhedut પોર્ટલ ૩૦ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે


















Recent Comments